આંગળીના ટેરવા પર મુકાઈ જાય એવું જસ્ટ ૦.૩૫ ઇંચનું ચેસ બોર્ડ

11 June, 2020 10:12 AM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

આંગળીના ટેરવા પર મુકાઈ જાય એવું જસ્ટ ૦.૩૫ ઇંચનું ચેસ બોર્ડ

મિનિએચર આર્ટના શોખીન એવા ટર્કીના એક કલાકારે તાજેતરમાં વિશ્વનું સૌથી ટચૂકડું ચેસ બોર્ડ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. તેણે 0.35 ઇંચ લાંબું અને 0.35 ઇંચ પહોળું ટચૂકડું ચેસ બોર્ડ બનાવ્યું છે સાથે સૌથી નાના કદનું ચેસ બોર્ડ બનાવ્યાનો બિનસત્તાવાર વિક્રમનો દાવો કર્યો છે.

હાલ વિશ્વના સૌથી નાના કદના ચેસ બોર્ડની સરખામણીમાં લગભગ અડધા કદનું માઇક્રો સ્કલ્પ્ચર ચેસ બોર્ડ બનાવવા માટે નેકાતી કોર્કમાઝ નામના આર્ટિસ્ટે છ મહિના સુધી રોજના છ કલાક પરિશ્રમ કર્યો હતો. ટર્કીના કુસાદાસી શહેરના નેકાઝી કોર્કમાઝ માઇક્રો મિનિએચર આર્ટ સેન્ટર ઍન્ડ એક્ઝિબિશન એરિયામાં એ કલાકારનાં 40 માઇક્રો સ્કલ્પ્ચર્સ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. નેકાતી કોર્કમાઝ તેમના ટચૂકડા ચેસ બોર્ડનો વિક્રમ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાવવા ટૂંક સમયમાં રજૂઆત કરશે.

offbeat news international news turkey