આ બ્રેસલેટ અલર્ટ કરશે સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે

23 May, 2020 09:09 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

આ બ્રેસલેટ અલર્ટ કરશે સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે

ઇટાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના નિષ્ણાતોએ એક ખાસ બ્રેસલેટનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. એ ડિવાઇસનું નામ આપવામાં આવ્યું છે -‘આઇ ફીલ યુ’. મતલબ કે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે તો એ તરત જ તમને અલર્ટ કરે છે. હજી આ બ્રેસલેટની પ્રોટોટાઇપ જ તૈયાર થઈ છે, પણ નજીકના ભવિષ્યમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમને પાળવા માટે દરેકના કાંડે આવું બ્રેસલેટ હોય તો નવાઈ નહીં.

offbeat news coronavirus covid19 international news italy