આ ભાઈ કદી સ્કૂલ નથી ગયા, પણ પળવારમાં મોટા-મોટા ગુણાકાર કરી આપે છે

04 September, 2020 11:30 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ ભાઈ કદી સ્કૂલ નથી ગયા, પણ પળવારમાં મોટા-મોટા ગુણાકાર કરી આપે છે

આ ભાઈ કદી સ્કૂલ નથી ગયા, પણ પળવારમાં મોટા-મોટા ગુણાકાર કરી આપે છે

હ્યુમન કમ્પ્યુટર ગણાતાં શકુંતલાદેવી ગણિતના તેમના અસાધારણ જ્ઞાન માટે વિખ્યાત છે. કદાચ એટલું બધું તો નહીં, પણ રાજસ્તાનના ડુડુ ગામનો ઇરફાન નામનો છોકરો પણ ગણિતમાં જબરો પાવરધો છે. આંકડા સાથે તેની સારીએવી દોસ્તી છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ એક વિડિયોમાં ઇરફાનને કેટલાક સવાલ કરવામાં આવે છે અને એના જવાબ તેઓ જબરી ચપળતા અને ચોકસાઈથી આપે છે. જેમ કે એક સવાલ છે કે જો એક વ્યક્તિ ૧૨ વર્ષની હોય તો તેના જીવનમાં તે કેટલા દિવસ જીવ્યો હશે? આ સવાલના જવાબમાં તમે પલક ઝપકાવો એટલામાં તો તેઓ મૌખિક ગણતરીથી ૪૩૮૦ જવાબ આપી દે છે. ટ્વિટર પર શૅર કરાયેલા વિડિયોમાં ઇરફાન દાવો કરે છે કે હું શાળાનું પગથિયું પણ નથી ચડ્યો. જોકે તેની ક્ષણવારમાં મોટી-મોટી ગણતરીઓ જોઈને અચંબિત થઈ જવાય એવું છે.

offbeat news national news