આ પક્ષીને દરરોજ સ્ટોરમાંથી ફૂડ-પૅકેટ ચોરવાની આદત પડી છે

18 May, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડી વાર પછી એ પોતાની ચાંચમાં ફૂડ-પૅકેટ લઈને બહાર આવે છે. આ પક્ષી ક્યારેક દિવસમાં એક વખત અને ક્યારેક તો દિવસમાં ત્રણ વખત આવે છે. ડોરિટોઝ એનું ફેવરિટ છે.

આ પક્ષીને દરરોજ સ્ટોરમાંથી ફૂડ-પૅકેટ ચોરવાની આદત પડી છે

ઇંગ્લૅન્ડના પેઇંગ્ટન નામના ટાઉનમાં એક ચોર અવારનવાર એક સ્ટોરમાંથી ફૂડ આઇટમ્સની ચોરી કરે છે. જોકે આ ચોર માણસ નથી, પણ એક પક્ષી છે. સીગલ પક્ષીએ એક વર્ષમાં આ સ્ટોરમાંથી ૧૭ કિલો ફૂડ-પૅકેટ્સની ચોરી કરી છે. આ પક્ષી હાલમાં કૅમેરામાં ઝડપાઈ ગયું હતું. એ પક્ષી સ્ટોરના ઑટોમૅટિક ડોર ખૂલે એની રાહ જુએ છે અને એ ખૂલે કે તરત એમાં એન્ટર થાય છે. થોડી વાર પછી એ પોતાની ચાંચમાં ફૂડ-પૅકેટ લઈને બહાર આવે છે. આ પક્ષી ક્યારેક દિવસમાં એક વખત અને ક્યારેક તો દિવસમાં ત્રણ વખત આવે છે. ડોરિટોઝ એનું ફેવરિટ છે.

offbeat news