સિંધવનમકના ખોદકામથી બન્યા છે આ નયનરમ્ય રણદ્વીપ

29 May, 2020 10:07 AM IST  |  Mumbai | Mumbai Correspondent

સિંધવનમકના ખોદકામથી બન્યા છે આ નયનરમ્ય રણદ્વીપ

સિન્ધનમકથી બનેલ દ્વીપ

ઇજિપ્તના અંતરિયાળ વિસ્તારોમાં સિંધવ મીઠા માટે ખોદકામને કારણે બનેલાં તળાવો-સૉલ્ટ લેક્સ પર્યટકોનું આકર્ષણ બન્યાં છે. સિવા ઓએસિસ (રણદ્વીપ) પર્યટન ઉપરાંત અન્ય કારણસર પણ મશહૂર છે. સિવા પ્રાંતમાં સિંધવ નમકનો વેપાર અને વ્યવહાર લોકોને લાભદાયક અને આશીર્વાદરૂપ નીવડ્યો છે. સિંધવ મીઠાના ખડકમાંથી ઘડાયેલી ભેટવસ્તુઓ જાણીતી બની છે. પર્યટકો એ ખડકો-પથ્થરમાંથી બનેલાં સૉલ્ટ બૉટલ્સ, લૅમ્પ્સ અને પેપરવેઇટ જેવી વસ્તુઓ મિત્રો અને સગાંઓને ભેટસોગાદ આપવા માટે લઈ જાય છે. સિંધવ મીઠાના ખડકના ખોદકામને કારણે પડેલા ખાડામાં કુદરતી રીતે રચાયેલાં સરોવરો-સૉલ્ટ લેક્સની તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય થઈ છે. ઇજિપ્તમાં મુખ્ય ભાષા અરબી છે અને સિવા પ્રાંતમાં સિવી બોલી પ્રચલિત છે. એ સિવા પ્રાંતના દેશી ઘર બનાવવા માટે પણ સિંધવના ખડકોના ક્ષેત્રની માટી વપરાય છે. પર્યટકોએ એ વિસ્તારમાં ચામડાનાં ચંપલ પહેરવાનું ટાળવું જોઈએ. એ ઉપરાંત જમીન પર સિંધવના સ્ફટિકો પર સીધા સૂઈ જવા કે આળોટવાથી પણ નુકસાનની શક્યતા છે.  

international news offbeat news