૪ કિલોની આ થાળી ૧ કલાકમાં ખાનારને મળશે રૉયલ એનફીલ્ડની બુલેટ

21 January, 2021 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

૪ કિલોની આ થાળી ૧ કલાકમાં ખાનારને મળશે રૉયલ એનફીલ્ડની બુલેટ

૪ કિલોની આ થાળી ૧ કલાકમાં ખાનારને મળશે રૉયલ એનફીલ્ડની બુલેટ

કોરોના વાઇરસે લોકોને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે જ ઘરનું ભોજન ખાતાં કરી દીધા છે. આવામાં લોકોને આકર્ષિત કરવા રેસ્ટોરાં દ્વારા અવનવાં ગતકડાં કરવામાં આવે છે. પુણેમાં વડગાંવ માવલ વિસ્તારમાં આવેલી શિવરાજ હોટેલે ગ્રાહકોને આકર્ષિત કરવા એક ‘વિન અ બુલેટ બાઇક’ સ્પર્ધાનું આયોજન કર્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રતિસ્પર્ધીએ ૬૦ મિનિટ એટલે કે એક કલાકમાં ૪ કિલોગ્રામ મટન અને ફિશમાંથી તૈયાર કરાયેલી વાનગીઓ પૂરેપૂરી ખાવાની છે. ૨૫૦૦
રૂપિયાની આ ડિશ એક કલાકમાં પૂરી કરનાર વ્યક્તિ ૧.૬૫ લાખ રૂપિયાની રૉયલ એન્ફીલ્ડ બાઇક જીતવાનો હકદાર બને છે.
રેસ્ટોરાંમાં આ સ્પર્ધાનું બૅનર લગાવવા સાથે હોટેલના વરંડામાં બુલેટ થાળી સ્પર્ધાના વિજેતા માટે પાંચ નવીનક્કોર બાઇક પણ મૂકી છે. હોટેલના માલિક અતુલ વાઇકર જણાવે છે કે આ સ્પર્ધાને કારણે તેમની હોટેલની મુલાકાત
લેનારા ગ્રાહકોની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે.

national news offbeat news