ગ્લાસમાંથી પાણી પીતા બ્લૅક કોબ્રાનો વિડિયો વાઇરલ

15 May, 2022 10:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાપના વિડિયો સોશ્યલ મીડિયા પર અવારનવાર ફરતા રહે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સાપના વિડિયો સોશ્યલ મીડિયા પર અવારનવાર ફરતા રહે છે, જે નેટિઝન્સના મનમાં ભયની લાગણી જન્માવતા હોય છે. તાજેતરમાં આવો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક વ્યક્તિ હાથમાં પાણી ભરેલો ગ્લાસ પકડીને બેઠો છે અને એમાંથી બ્લૅક કોબ્રા પાણી પી રહ્યો છે.

ટ્વિટર પર આઇએફએસ ઑફિસર સુસાન્તા નંદાએ પોસ્ટ કરેલા વાનરબાળ અને બતકનાં ત્રણ બચ્ચાંઓના કલિંગર ખાતા વિડિયોના જવાબમાં એક વ્યક્તિએ આ વિડિયો પોસ્ટ કર્યો છે.

એનસી સુકુમાર નામના ટ્વિટર-યુઝરે વિડિયો સાથે લખ્યું છે કે ‘આ કાળઝાળ ગરમીમાં વાનરબાળ અને બતકનાં બચ્ચાંની જેમ જ બ્લૅક કોબ્રાને પણ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાની આવશ્યકતા હોય છે. જોકે તેઓ પાણી પીવા માટે મોઢું નથી ખોલતાં, પરંતુ નાકના ફોયણાની મદદથી પાણી ખેંચે છે.’ આમ તો આ વિડિયો ગયા વર્ષનો છે, પરંતુ અત્યારે એ ફરી વાઇરલ થયો છે. નેટિઝન્સ આ વિડિયો જોઈને આશ્ચર્યની સાથોસાથ ભયની લાગણી સેવી રહ્યા છે. 

offbeat news national news viral videos