કુદરતી રીતે જ કર્લી પીંછાં ધરાવે છે આ કબૂતરો

07 June, 2020 09:39 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કુદરતી રીતે જ કર્લી પીંછાં ધરાવે છે આ કબૂતરો

કુદરતી રીતે જ કર્લી પીંછાં ધરાવે છે આ કબૂતરો

કબૂતરનાં પીંછાં સીધાસટ જ હોય એવું આપણે માનીએ છીએ, પણ આ સાથે મૂકવામાં આવેલી તસવીરોમાં તમને વિવિધ રંગના કબૂતરો જોવા મળશે, પર એનાં પીંછાં એકદમ કર્લી છે. પહેલી નજરે એવું લાગે કે ક્યાંક તેમનાં પીંછાં સાથે કોઈ કરામત કરવામાં આવી હશે, પરંતુ એવું જરાય નથી. સફેદ, રાખોડી, કાળા કે ભૂખરાં દરેક કબૂતરોનાં પીંછાં કુદરતી રીતે જ કર્લી છે. અલબત્ત, આવું રાતોરાત સંભવ નથી બન્યું. પંખી વિશેષજ્ઞ એલ. પૉલ ગિબ્સનના અભ્યાસ મુજબ વર્ષો સુધી ચોક્કસ રીતે બ્રીડિંગ કરાવવાથી આવાં વાંકડિયાં પીંછાં પેદા થયાં છે. એ માટે બે પ્રકારનાં જનીન જવાબદાર છે. કર્લી વાળ જેવી ફ્રિલ ધરાવતાં આ ફ્રિલબૅક પીજનનું બ્રીડિંગ કબૂતરોની બ્યુટી કૉન્ટેસ્ટ માટે ખાસ કરાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ કબૂતર દેખાવમાં જેટલાં રૂપકડાં લાગે છે એટલી તેમની ઊડવાની ક્ષમતા નથી હોતી. હા, એ હવામાં આરામથી ઊડી શકે છે ખરાં, પણ કર્લી પીંછાને કારણે તેમને એમાં અવરોધ ઘણો આવતો હોવાથી આ પીજન બને ત્યાં સુધી વૉકિંગ કરવાનું વધુ પસંદ કરે છે.

international news national news offbeat news