આ પેઇન્ટિંગ્સ પણ છે ઇકોફ્રેન્ડલી

28 October, 2020 08:50 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ પેઇન્ટિંગ્સ પણ છે ઇકોફ્રેન્ડલી

આ પેઇન્ટિંગ્સ પણ છે ઇકોફ્રેન્ડલી

આર્ટ અને પેઇન્ટિંગ માત્ર દીવાલો કે કૅન્વસ પર જ હોય એવું હવે નથી રહ્યું. ફ્રેન્ચ આર્ટિસ્ટ ગુઇલ્યુમ લેગ્રોસે તો આર્ટવર્કની જાણે પરિભાષા જ બદલી નાખી છે. તેણે એવાં પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે જે બાયોડિગ્રેડેબલ છે. જમીનના ટુકડાઓ પર તૈયાર કરવામાં આવેલા જાયન્ટ ચિત્રોને માણવા હોય તો આકાશમાં ઉપર ઊડીને જ સ્પષ્ટ જોઈ શકાય છે. આર્ટિસ્ટે ઇસ્તનબુલમાં એવા ત્રણ લૅન્ડ-આર્ટ પીસ તૈયાર કર્યાં છે જે જોતાં જ પ્રેમમાં પડી જવાય એમ છે. ધ લાર્જેસ્ટ હ્યુમન ચેઇનના કૉન્સેપ્ટને સિમ્બોલાઇઝ કરતાં આ આર્ટવર્ક્સ આપમેળે સૉઇલમાં ભળીને ઓગળી જાય એવાં છે.

international news offbeat news