91 વર્ષના વૃદ્ધ દંપતીએ આપી કોરોનાને માત, આ રીતે બન્યાં કોરોના ફાઇટર

21 July, 2020 11:26 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

91 વર્ષના વૃદ્ધ દંપતીએ આપી કોરોનાને માત, આ રીતે બન્યાં કોરોના ફાઇટર

આ વૃદ્ધ દંપતીએ 91 વર્ષે આપી કોરોનાને માત

કોરોના(Corona Pendemic) મહામારીએ આખા વિશ્વને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મહારમારીનું સૌથી મોટું જોખમ વૃદ્ધો માટે છે તેવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે કેટલાક એવા વૃદ્ધો પણ છે જેમણે પોતાની ઉંમર વધારે હોવા છતાં કોરોનાને માત આપી છે. તાજેતરમાં જ 91 વર્ષના વૃદ્ધ દંપતીએ કોરોનાને એક સાથે માત આપીને ડૉક્ટર્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. આવો જાણીએ આ વૃદ્ધ દંપતી વિશે જેમણે આપી કોરોનાને માત...

ઇંગ્લેન્ડના આ વૃદ્ધ દંપતીએ 3 અઠવાડિયામાં કોરોનાને માત આપી
ડેલીમેલની રિપોર્ટ પ્રમાણે ઇંગ્લેન્ડના લીસેસ્ટર રૉયલ ઇન્ફર્મરીથી 91 વર્ષના માઇકલ અને 88 વર્ષની તેમની પત્ની ગિલિયનને ફૅરવેલ આપવામાં આવ્યું. હકીકતે આ વૃદ્ધ દંપતીએ અમુક અઠવાડિયા પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ એડમિટ થયાં હતાં. 3 અઠવાડિયાની સારવાર પછી બન્ને સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા અને તેમને કર્મચારીઓએ વિદાય આપી. વૃદ્ધ દંપતી લગભગ 61 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયા હતા. બન્ને એક સાથે કોરોનાની ચપેટમાં આવ્યા અને એકસાથે રિકવર પણ થયા.

દિલ્હીના મુખ્તાર 106 વર્ષના વૃદ્ધ મુખ્તાર અહમદ પણ કોરોનાને માત આપી ચૂક્યા છે. મુખ્તારને અહમદ પોતાના સંક્રમિત દીકરાના સંપર્કમાં આવીને વાયરસની ચપેટમાં આવ્યા હતા. તેમણે દિલ્હીના રાજીવ ગાંધી સુપરસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં 17 દિવસ સુધી રાખવામા આવ્યા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. હૉસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર એસબી શેરવાલે 106 વર્ષની ઉંમરમાં મુખ્તાર અહમદના સ્વસ્થ થવાને પ્રોત્સાહિત કરનારું રિઝલ્ટ જણાવ્યું હતું. મુખ્તાર 14 એપ્રિલના દાખલ થયા હતા અને 1 મેના તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

103 વર્ષના સૂખા સિંહ સામે પણ ન ટકી શક્યું કોરોના

મહારાષ્ટ્રના સિદ્ધેશ્વર તળાવના વિસ્તારમાં રહેતા 103 વર્ષના વૃદ્ધ સૂખા સિંહ છાબડિયાને કોરોના સંક્રમણ બાદ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. છાબડિયાની લગભદ એક મહિના સુધી સારવાર કરવામાં આવી. તેમની સંપૂર્ણ રિકવરી બાદ 29 જૂનના રોજ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. સૂખા સિંહ છાબડિયાના 88 વર્ષીય નાના ભાઇની પણ કોરોના સારવાર કરવામાં આવી હતી.

ચીનમાં 100 વર્ષના વૃદ્ધ કોરોનામાંથી સ્વસ્થ થયા હતા
ચીનના હુબેઇમાં કોરોનાની ચપેટમાં આવેલા 100 વર્ષના વૃદ્ધ સંપૂર્ણપણે સ્વસ્થ કરવામાં ડૉક્ટર્સ સફળ રહ્યા. આ કોરોનાથી સંક્રમિત વૃદ્ધ ચીનની સૌથી વૃદ્ધ વ્યક્તિ પણ છે. શિન્હુઆની રિપોર્ટ પ્રમાણે વૃદ્ધને ફેબ્રુઆરીમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા અને માર્ચમાં સંપૂર્ણરીતે સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું.

coronavirus covid19 international news national news offbeat news