નાળિયેરીના કચરામાંથી રચાઈ છે આ ટચૂકડી કલાકૃતિઓ

28 January, 2021 08:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

નાળિયેરીના કચરામાંથી રચાઈ છે આ ટચૂકડી કલાકૃતિઓ

નાળિયેરીના કચરામાંથી રચાઈ છે આ ટચૂકડી કલાકૃતિઓ

હવે તમે નેક્સ્ટ ટાઇમ અલીબાગ જાઓ ત્યારે વિજયાનંદ શેમ્બેકરના આશીર્વાદ કલા દાલનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. એ ૫૯ વર્ષના કોંકણી કલાકાર નાળિયેર અને  નાળિયેરીના કચરા માં થી કલાત્મક સર્જન કરે છે. બાળપણમાં મિત્રોને ખાલી નાળિયેરનું કમળ બનાવતાં જોયા પછી વિજયાનંદને એ શીખવાનું મન થયું. પરંતુ એ શીખતાં-શીખતાં એમાં આગળ વધતા ગયા. આજે તેમના આશીર્વાદ કલા દાલન (આર્ટ ગૅલરી)માં વાહનો, મૂર્તિઓ, પશુઓની પ્રતિકૃતિઓ વગેરે અનેક પ્રકારના કલાના નમૂના છે. સ્થાનિક ખેડૂતો પણ નાળિયેરી પરથી પાક ઉતાર્યા પછી જે કંઈ વધે કે બચે એ બાજુ પર રાખી મૂકે. ભાઈ વિજયાનંદ એ બધા કચરામાંથી તેમને અનુકૂળ કે આવશ્યક જણાય એ લઈ જાય અને એમાંથી સુંદર કલાકૃતિઓની રચના કરે છે.

international news offbeat news