આ એલઈડી લાઇટ્સ નહીં પણ કુદરતની કમાલ છે

21 January, 2023 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોગ્રાફ્સ ડ્રોન્સ દ્વારા લેવામાં આવ્યા હોવાનું જણાય છે. આ ફોટોગ્રાફ્સ જોઈને નેટિઝન્સ સરપ્રાઇઝ્ડ થઈ ગયા છે

આ એલઈડી લાઇટ્સ નહીં પણ કુદરતની કમાલ છે

કુદરત અનેક વખત આપણને આશ્ચર્યમાં મૂકે છે. આઇએએસ ઑફિસર સુપ્રિયા સાહુ દ્વારા આવી જ એક ક્ષણને ટ્વિટર પર શૅર કરવામાં આવી છે. તેમણે અંધારામાં ચમકતાં વૃક્ષોના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે. જોકે આ વૃક્ષોની ચમકનું કારણ લાઇટ્સ નથી. આ વૃક્ષો પર ચોક્કસ પ્રકારનું પક્ષી બેઠું હોવાના કારણે જ આવું દૃશ્ય રચાયું છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓમાં અનેક પક્ષીઓ સ્થળાંતર કરીને ભારતમાં આવે છે. ઈગ્રેટ આવું જ એક પક્ષી છે. એ વાસ્તવમાં નાના કદનો લાંબાં પીંછાંવાળો બગલો છે. એનાં વાઇટ કે આછાં પીળાં પીંછાં હોય છે.

સાહુએ ફોટોગ્રાફ્સની સાથે જણાવ્યું હતું કે તામિલનાડુના પોલ્લંચીમાં ધનુપરન દ્વારા આ ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવ્યા છે. પોલંચી કોઇમ્બતુરથી લગભગ ૪૦ કિલોમીટરના અંતરે છે. તેમણે કૅપ્શન લખી હતી કે ‘સિતારે ઝમીન પે. વેલ, એ ઈગ્રેટ્સ છે.’

આ ફોટોગ્રાફ્સ ડ્રોન્સ દ્વારા લેવામાં આવ્યા હોવાનું જણાય છે. આ ફોટોગ્રાફ્સ જોઈને નેટિઝન્સ સરપ્રાઇઝ્ડ થઈ ગયા છે.

offbeat news tamil nadu