આ ઍરોબૅટિક ટ્વિન્સના ૧.૫ કરોડ ફૉલોઅર્સ છે

03 December, 2019 10:03 AM IST  |  US

આ ઍરોબૅટિક ટ્વિન્સના ૧.૫ કરોડ ફૉલોઅર્સ છે

ટીગન અને સમન્થા રિબ્કા

ટીગન અને સમન્થા રિબ્કા એ બે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. સ્વાભાવિકપણે એક સરખા લુકની સાથે બન્નેની પ્રતિભાઓ પણ સરખી જ છે. ઑસ્ટ્રેલિયાના પર્થમાં રહેતી ૨૩ વર્ષના આ ફુટકડી યુવતીઓ ઍરોબેટિક્સમાં બહુ પાવરધી છે. તેમનું અંગ જે રીતે ફ્લૅક્સિબલ છે એ અચરજ પમાડે એવું છે. બન્નેએ પોતાના ઍરોબિક્સની કમાલથી સૌથી પહેલાં ૨૦૧૫માં લોકલ ટીવી શોમાં ધમાલ મચાવી હતી. ઑસ્ટ્રેલિયાઝ ગૉટ ટેલન્ટમાં તેમણે ભાગ લીધેલો. અને એ પછી તો તેમણે સોશ્યલ મીડિયામાં બરાબરનો છાકો પાડી દીધો. ટીવી પ્રોગ્રામમાં કરેલા પર્ફોર્મન્સની વિડિયો ક્લિપને ૧.૯ કરોડ વ્યુઝ મળ્યા હતા. એ પછી તો બન્ને બહેનોએ તેમની કરતબનાં અચરજ પમાડે એવા પોઝ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. હાલમાં તેમના ફૉલોઅર્સની સંખ્યા ૧.૫ કરોડને આંબી ગઈ છે.

offbeat news hatke news