ટિપ નહોતી એટલે ગ્રાહકે ડિલિવરી બૉયને કહ્યું, પીત્ઝાનો એક ટુકડો ખાઈ લે

27 July, 2021 04:29 PM IST  |  Mumbai | Agency

પ્રત્યેક ગ્રાહકો ટિપ આપવાનું પસંદ નથી કરતા. જોકે ડિલિવરી બૉય માટે ટિપની રકમ એટલી મહત્ત્વની નથી હોતી, પરંતુ મોટા ભાગનાને ગ્રાહકો પાસેથી ટિપ લેવામાં કે અન્ય મદદ લેવામાં ખચકાટ થતો હોય છે. 

ટિપ નહોતી એટલે ગ્રાહકે ડિલિવરી બૉયને કહ્યું, પીત્ઝાનો એક ટુકડો ખાઈ લે

કોરોના વાઇરસની મહામારીના સમયમાં ફૂડ ડિલિવરી ઍપના ડિલિવરી બૉયે અનેક પડકારનો સામનો કરવો પડે છે. છેલ્લા ૧૦ મહિનાથી ફૂડ ડિલિવરી ઍપના ડિલિવરી બૉયના કામના કલાકોમાં વધારો કરાયો છે. તેમને ભાગ્યે જ અઠવાડિક રજા મળે છે. તેમના કામના કલાકોની શિફ્ટ ઘણી વાર ૧૨થી ૧૫ કલાકની હોય છે. 
એવામાં ગ્રાહકો તરફથી પ્રશંસાના બે શબ્દો કે ટિપની નાનકડી રકમ તેમનામાં કામ કરવાનું પ્રોત્સાહક બળ જગાવે છે. જોકે પ્રત્યેક ગ્રાહકો ટિપ આપવાનું પસંદ નથી કરતા. જોકે ડિલિવરી બૉય માટે ટિપની રકમ એટલી મહત્ત્વની નથી હોતી, પરંતુ મોટા ભાગનાને ગ્રાહકો પાસેથી ટિપ લેવામાં કે અન્ય મદદ લેવામાં ખચકાટ થતો હોય છે. 
સોશ્યલ મીડિયા પર વાઇરલ એક વિડિયો-ક્લિપમાં જોઈ શકાય છે કે એક જાણીતી બ્રૅન્ડનો ડિલિવરી બૉય પીત્ઝાના બૉક્સમાંથી એક ટુકડો લઈ રહ્યો છે. જોકે તે પોતાની મરજીથી આમ નહોતો કરી રહ્યો. પીત્ઝાની ડિલિવરી લેનારા ગ્રાહકે ઘરની બહાર એક ચિઠ્ઠી લખી રાખી હતી. એમાં ગ્રાહકે લખેલું, ‘ટિપના પૈસા નથી એટલે મહેરબાની કરીને તમે પીત્ઝામાંથી એક ટુકડો લઈ લેજો.’ ડિલિવરી બૉયે બૂમ મારીને પૂછ્યું કે ‘તમે મજાક કરી રહ્યા છો?’ થોડી વાર પછી ડિલિવરી બૉયે પીત્ઝાનું બૉક્સ ખોલી એમાંથી પોતાની તરફની એક સ્લાઇસ કાઢીને ખાઈ લીધી હોવાનું એ વિડિયોમાં બતાવાયું છે.

offbeat news