પોમ્પેઇમાં ખોદકામ દરમ્યાન સૅલડ બાર મળ્યો

28 December, 2020 08:40 AM IST  |  Mumbai | Mumbai correspondent

પોમ્પેઇમાં ખોદકામ દરમ્યાન સૅલડ બાર મળ્યો

પોમ્પેઇમાં ખોદકામ દરમ્યાન સૅલડ બાર મળ્યો

સિંધુ, નાઇલ, ગ્રીક અને માયા સંસ્કૃતિની ઘણી વાતો જાણીએ તો વિચાર આવે કે એ વખતમાં પણ કેટલીક બાબતો આજ કરતાં જુદી અને કેટલીક બાબતો આજ કરતાં આધુનિક કે સુધારાવાદી હતી. પુરાતત્ત્વશાસ્ત્રીઓને રોમન ક્ષેત્રોમાં પોમ્પેઇમાં કરેલા ખોદકામમાં એ યુગના સ્ટ્રીટ-ફૂડ કલ્ચરના પુરાવા મળ્યા છે. ટર્મોપોલિયમ કે થર્મોપોલિયમ નામે ઓળખાતા સૅલડ બાર વેજ કરતાં નૉનવેજ અને શરાબ પીરસતા હોવાનું સંશોધનકારોને જાણવા મળ્યું હતું. 
પોમ્પેઇ આર્કિયોલૉજિકલ પાર્કના માસીમો ઓસાનાએ એવા ૮૦ ફાસ્ટ ફૂડ જૉઇન્ટ્સ મળ્યા હોવાનું જણાવ્યું હતું. એ ફાસ્ટ ફૂડ સ્ટૉલ્સ પર બકરા અને ડુક્કરના માંસ તેમ જ માછલી અને ગોકળગાયની વાનગીઓ લોકપ્રિય હતી. ૨૦૧૯માં કરવામાં આવેલા ખોદકામમાં મળેલા એ ફાસ્ટ ફૂડ સ્ટૉલ્સ આપણે દક્ષિણ મુંબઈના કૅપિટલ સિનેમા હૉલ પાસેના અને હાઇવે પરના કેટલાક સ્ટૉલ્સ જોડે સરખામણી કરી શકીએ એવા છે. અલગ-અલગ ઑર્ડર પ્રમાણે અનેક જણને પીરસી શકાય એવાં કાઉન્ટર્સ અને છતમાં ચિમનીનું બાકોરું છે. સદીઓ વીતે છે અને જૂના પછી નવામાં ઘણાં પુનરાવર્તનો થાય છે એ બાબત આપણને સારી રીતે સમજાય એવાં ઉદાહરણો આપણને પુરાતત્ત્વના ખોદકામમાં મળતા નમૂના દ્વારા મળતાં રહે છે.

international news offbeat news