ધરતી પર એક સમયે ઊડતાં ટેરોસૉર પણ હતાં

06 March, 2021 08:43 AM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

ધરતી પર એક સમયે ઊડતાં ટેરોસૉર પણ હતાં

ઊડતાં ટેરોસૉર

માનવ‍જીવન અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં પૃથ્વી કેવી હતી એની જાણકારી માટે વિશ્વના જુદા-જુદા પ્રદેશોમાં ડાઇનોસૉરની વિવિધ પ્રજાતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. માનવો અસ્તિત્વમાં આવ્યા એ પહેલાં રસપ્રદ જીવોની પ્રજાતિઓ પૃથ્વી પર હતી, એ જીવો-પ્રાણીઓનો અભ્યાસ ઘણા વખતથી વિજ્ઞાનીઓ, ઇતિહાસકારો અને નૃવંશશાસ્ત્રીઓ કરી રહ્યા છે. મુખ્યત્વે ડાઇનોસૉર તથા અન્ય પ્રાણીઓના અભ્યાસમાં ક્રેટોશ્યસ યુગ (૬૫૫ લાખ વર્ષોથી ૧૪૫૫ લાખ વર્ષ વચ્ચેના કાળ)ના અંતિમ ભાગમાં ટેરોસૉર નામના જીવો હતા. એ પ્રાણીઓને ડાઇનોસૉર સાથે આનુવાંશિક દૃષ્ટિએ કે જાતિ-પ્રજાતિની દૃષ્ટિએ કોઈ સંબંધ નથી. ટેરોસૉરની વિશેષતા એવી છે કે કરોડરજ્જુ ધરાવતાં એ પ્રાણીઓ ઊડવાની વિશેષ ક્ષમતા ધરાવતાં હતાં. ચામાચીડિયાથી માંડીને ગરુડ અને નાનકડા વિમાન જેવા વિવિધ કદના ટેરોસૉર હતા. યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલના પેલેન્ટોલૉજિસ્ટ ડૉ. એલિઝાબેથ જી. માર્ટિન-સિલ્વરસ્ટોન સહિત કેટલાક સંશોધનકારોએ ટેરોસૉરની ઊડવાની રીત અનોખી હોવાનું નોંધ્યું છે. તેઓમાંના કેટલાક વિજ્ઞાનીઓને એવો વિચાર પણ આવ્યો કે જો કરોડરજ્જુ ધરાવતું ટેરોસૉર ઊડી શકતું હોય એ રીતે માણસમાં પણ ઊડવાની ક્ષમતા હોય તો!

offbeat news international news