લોકપ્રિય જૅપનીઝ બીફ ક્રૉક્વેટ્સ માટે ૩૦ વર્ષનું વેઇટલિસ્ટ છે

19 November, 2022 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ જપાનના હ્યોગો પ્રીફેક્ચરમાં ટાકાસાગો શહેરમાં એક પારિવારિક કસાઈની દુકાનમાં લોકપ્રિય ફ્રોઝન કોબે બીફ ક્રૉક્વેટ્સના બૉક્સનો ઑર્ડર કર્યા બાદ ડિલિવરી માટે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ રાહ જોવી પડે છે. 

લોકપ્રિય જૅપનીઝ બીફ ક્રૉક્વેટ્સ માટે ૩૦ વર્ષનું વેઇટલિસ્ટ છે

પશ્ચિમ જપાનના હ્યોગો પ્રીફેક્ચરમાં ટાકાસાગો શહેરમાં એક પારિવારિક કસાઈની દુકાનમાં લોકપ્રિય ફ્રોઝન કોબે બીફ ક્રૉક્વેટ્સના બૉક્સનો ઑર્ડર કર્યા બાદ ડિલિવરી માટે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ રાહ જોવી પડે છે. 
આ કસાઈની શૉપ લગભગ ૧૦૦ વર્ષ જૂની છે, પણ ૨૦૦૦ના દસકાની શરૂઆત પહેલાં અહીંની ડીપ-ફ્રાઇડ બટાટા અને બીફની વાનગીઓ ઇન્ટરનેટ પર એટલી લોકપ્રિય નહોતી એમ જણાવતાં અસહિયાના ત્રીજી પેઢીના માલિક શિગેરુ નિટ્ટાએ ઉમેર્યું કે ૧૯૯૯માં અમે અમારાં ઉત્પાદનોનું ઑનલાઇન વેચાણ શરૂ કર્યું હતું, જેની શરૂઆત એક્સ્ટ્રીમ ક્રૉક્વેટ્સથી કરી હતી. જોકે એ સમયે મોંઘી ચીજો ઇન્ટરનેટ પરથી ખરીદવાનો દોર શરૂ થયો નહોતો.  
શિગેરુ નિટ્ટાએ કહ્યું હતું કે લોકોમાં અમારા ક્રૉક્વેટ્સ પ્રતિ આકર્ષિત કરવા શરૂમાં અમે સસ્તા પણ સ્વાદિષ્ટ ક્રોક્વેટ્સ બનાવ્યા. જોકે લોકોને તે પસંદ પડતાં અમારા ફ્રોઝન કોબે બીફ ક્રોક્વેટ્સની પણ માગ વધી હતી. 
૨૦૧૬માં આ વાનગીનો વેઇ​ટિંગ પીરીયડ ૧૪ વર્ષ કરતાં વધુ થઈ જતાં વધુ ઓર્ડર લેવાનું બંધ કરવા વિચારી રહેલા અસહિયાના શિગેરુ નિટ્ટાએ ઉમેર્યું કે અમને ઓફર ચાલુ રાખવાના અસંખ્ય કોલ આવવા લાગતાં અમારે ઓફર બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો. 

offbeat news japan