ટોક્યોના રસ્તા પર છે ટ્રાન્સપરન્ટ ટૉઇલેટ્સ

21 August, 2020 09:09 AM IST  |  Mumbai | Mumbai correspondent

ટોક્યોના રસ્તા પર છે ટ્રાન્સપરન્ટ ટૉઇલેટ્સ

આ જોઈને સ્વાભાવિકપણે થાય કે આનો યુઝ કરવાની હિંમત કોણ કરે?

જપાનમાં પબ્લિક ટૉઇલેટ્સની ક્લીનલીનેસ અને ક્વૉલિટી બહુ જ સરસ હોય છે એવું તો આપણે ઘણી વાર સાંભળ્યું છે. જોકે ટોક્યોમાં કેટલાંક ટ્રાન્સપરન્ટ ટૉઇલેટ્સ સાર્વજનિક ઠેકાણે મૂકવામાં આવ્યાં છે. બહારથી જુઓ તો પારદર્શક દીવાલો છે. આ જોઈને સ્વાભાવિકપણે થાય કે આનો યુઝ કરવાની હિંમત કોણ કરે? જોકે આ ટૉઇલેટ્સમાં વ્યક્તિ અંદર જાય અને દરવાજો લૉક કરે ત્યારે એની દીવાલો ધૂંધળા રંગની થઈ જતાં એમાં પારદર્શકતા રહેતી નથી. ટોક્યોના શિબાયુ વિસ્તારમાં ગોઠવાયેલા આ પબ્લિક ટૉઇલેટ્સની ડિઝાઇન શિંગેરુ બાન નામના આર્કિટેક્ટ્સે તૈયાર કરી છે. પબ્લિક ટૉઇલેટ્સ વિશે લોકોના ખ્યાલ બદલાય એ ઇરાદે પારદર્શક પબ્લિક ટૉઇલેટ્સ બનાવીને વપરાશમાં લેવાતાં હોવાનું ટોક્યોના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. આ પ્રકારનાં ટૉઇલેટ્સને કારણે લોકોમાં સ્વચ્છતા જાળવવાની સજાગતા વધે છે અને અન્ય કોઈ ટૉઇલેટનો ઉપયોગ કરતું હોય તો બહારથી એનો ખ્યાલ આવી જાય છે. 

international news offbeat news tokyo