યુવતી દવાને બદલે ઍરપૉડ ગળી ગઈ

21 November, 2021 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બનવાકાળ એવું બન્યું કે એક હાથમાં ઍરપોડ અને દવા બન્ને હતી. ભૂલથી દવાને બદલે તેણે મોઢામાં ઍરપૉડ નાખીને જોર કરીને એને ગળાની નીચે ઉતારી પણ દીધું.

યુવતી દવાને બદલે ઍરપૉડ ગળી ગઈ

અમેરિકાના બૉસ્ટનમાં રહેતી કર્લી બેલમર નામની ર૭ વર્ષની યુવતીના ટિકટૉક-વિડિયોથી ભારે ચર્ચા જાગી હતી. જોકે ટિકટૉકે આ વિડિયો કમ્યુનિટી ગાઇડલાઇનને કારણે દૂર કરી દીધા 
હતા.
બન્યું એમ કે આ યુવતી એક હાથમાં તેનું ઍપલનું ઍરપૉડ રમાડી રહી હતી અને એ વખતે તેણે દુખાવાની દવા આઇબુપ્રૂફેન ખાવાની હતી. બનવાકાળ એવું બન્યું કે એક હાથમાં ઍરપોડ અને દવા બન્ને હતી. ભૂલથી દવાને બદલે તેણે મોઢામાં ઍરપૉડ નાખીને જોર કરીને એને ગળાની નીચે ઉતારી પણ દીધું. થોડા સમય પછી તેને ખબર પડી કે લોચો વળ્યો છે. ઊબકા ખાઈને, ઊલટી કરીને ઍરપૉડ કાઢવાના પ્રયાસ કર્યા પણ એમાં નિષ્ફળ રહી. ડૉક્ટરને પણ બતાવ્યું. 
ઍરપૉડ પેટમાં આરામ ફરમાવી રહ્યું છે, એટલું જ નહીં, તેના મોબાઇલ ફોન સાથે ઑટોમૅટિક કનેક્ટ થઈને લોકો સાથે સંપર્ક પણ કરી રહ્યું છે.
અંતે ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી ધક્કામુક્કી કરીને ઍરપૉડ બહાર વહી ગયું. કર્લીએ ખાતરી કરાવવા માટે એક્સ-રે પણ કઢાવી જોયો. તેણે તેના વિડિયોમાં ઍરપૉડ ગળ્યા પછીની પારાવાર વેદના લોકો સામે વ્યક્ત કરી હતી, જેની સામે લોકોએ જાતભાતના પ્રતિભાવ આપ્યા હતા. ઘણા લોકોએ આવી ભૂલ કરવા માટે તેની મજાક પણ ઉડાડી હતી.

offbeat news