વિશ્વનો સૌથી મોટો ફાઉન્ટન ૩૦૦૦LED લાઇટ્સ સાથે રંગબેરંગી નજારો સર્જે છે

24 October, 2020 08:24 AM IST  |  Mumbai | Mumbai correspondent

વિશ્વનો સૌથી મોટો ફાઉન્ટન ૩૦૦૦LED લાઇટ્સ સાથે રંગબેરંગી નજારો સર્જે છે

વિશ્વનો સૌથી મોટો ફાઉન્ટન ૩૦૦૦LED લાઇટ્સ સાથે રંગબેરંગી નજારો સર્જે છે

દુબઈના વૉટરફ્રન્ટ પામ જુમૈરા વિસ્તારમાં આવેલ ગ્લિટ્ઝી પામ ફાઉન્ટનનું હાલમાં જ લોકાર્પણ થયં જેનું સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ થયું હતું.
રાતના સમયે વિવિધરંગી લાઇટ્સ તેમ જ પાણીના ઊંચે સુધી ઊડતા ફુવારા સાથે યુએનના આ ફાઉન્ટને નેટિઝન્સનાં મન મોહી લીધાં હતાં. આ ફાઉન્ટન સમુદ્રના ૧૪,૦૦૦ ચોરસ ફીટ (એટલે કે લગભગ ૧૩૦૦ ચોરસ મીટર)ના પાણીમાં વિસ્તર્યો છે. આ ફાઉન્ટનમાં ૧૨૮ સુપરશૂટર્સ છે, જેના થકી પાણીનો પ્રવાહ લગભગ ૩૪૪ ફુટની ઊંચાઈ સુધી ઊંચે સુધી પહોંચે છે.
પામ ફાઉન્ટનને વિશ્વના સૌથી મોટા ફાઉન્ટન તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

international news offbeat news dubai