વિશ્વનાં ૧૦૭ વર્ષીય ઓલ્ડેસ્ટ આઇડેન્ટિકલ ટ્વિન સિસ્ટર્સ

22 September, 2021 12:23 PM IST  |  Mumbai | Agency

૧૦૭ વર્ષની આ જોડિયા બહેનોનો જન્મ ૧૯૧૩ની પાંચમી નવેમ્બરે જપાનના શોડોશિમા ટાપુ પર થયો હતો. ૧૧ ભાઈ-બહેનોમાં તેમનો નંબર ત્રીજો-ચોથો છે. તેમની ઉંમર ૧૦૭ વર્ષ અને ૩૨૦ દિવસની છે.

વિશ્વનાં ૧૦૭ વર્ષીય ઓલ્ડેસ્ટ આઇડેન્ટિકલ ટ્વિન સિસ્ટર્સ

ટચૂકડા દેશ જપાનમાં માનવીનું આયુષ્ય ખૂબ લાંબું હોય છે એ આપણે વર્ષોથી જાણીએ છીએ, પરંતુ એક ખબર એવી છે જે નવાઈ પમાડ્યા વિના ન રહે. કૌમે કોદામા અને ઉમેનો સુમૈયામા એવી જોડિયા બહેનો છે જે વિશ્વની ઓલ્ડેસ્ટ આઇડેન્ટિકલ ટ્વિન્સ સિસ્ટર્સ તરીકે ઘોષિત થઈ છે. ૧૦૭ વર્ષની આ જોડિયા બહેનોનો જન્મ ૧૯૧૩ની પાંચમી નવેમ્બરે જપાનના શોડોશિમા ટાપુ પર થયો હતો. ૧૧ ભાઈ-બહેનોમાં તેમનો નંબર ત્રીજો-ચોથો છે. તેમની ઉંમર ૧૦૭ વર્ષ અને ૩૨૦ દિવસની છે. તેમણે પોતાના જ દેશની ટ્વિન્સ કિન નરિતા અને ગિન કૅની (૧૦૭ વર્ષ અને ૧૭૫ દિવસ)નો વિક્રમ તોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેમને તાજેતરમાં ગિનેસ વર્લ્ડ તરફથી સર્ટિફિકેટ મોકલવામાં આવ્યાં હતાં. દરમ્યાન જપાનનાં ૧૧૮ વર્ષનાં તનાકા કેન નામનાં મહિલા વિશ્વનાં સૌથી મોટી ઉંમરનાં મહિલા છે.

offbeat news