પોતાની જ સાથે લગ્ન કરનાર મહિલાએ હવે પોતાની સાથે છૂટાછેડા પણ લઈ લીધા

25 November, 2021 05:22 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

ક્રિસ ગલેરાએ જીવનમાં કોઈનો સાથ જરૂરી હોવાનું જણાતાં પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત કરી

ક્રિસ ગલેરા

લગભગ સપ્ટેમ્બર મહિનામાં એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં ક્રિસ ગલેરા નામની ૩૩ વર્ષની એક મૉડલે પોતાની જાત સાથે લગ્ન કર્યાં હતાં. હકીકતે તે જે પણ પુરુષોને મળી હતી લગભગ એ બધા સાથેના તેના અનુભવો કંટાળાજનક કે દુખદ રહ્યા હતા. જોકે પોતાની જાત સાથે કરેલાં તેનાં લગ્ન પણ સફળ ન રહેવાથી હવે તે આ બંધનમાંથી પણ આઝાદ થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં તેને થયેલા અનુભવોને લીધે એકલા રહેતાં ડરતી ક્રિસ ગલેરાએ જીવનમાં કોઈનો સાથ જરૂરી હોવાનું જણાતાં પોતાની જાતને પ્રેમ કરવાની શરૂઆત કરી હતી અને એની ઉજવણી કરવાનું પણ ઠરાવ્યું હતું.  

 

offbeat news