મહિલાએ ફિયાટને હરતાફરતા ઘરમાં ફેરવી

29 July, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીટેલ સ્ટોરની વર્કર હેન્ના વૅન ખરીદીને તેને કૅમ્પરમાં ફેરવી નાખવાનો વિચાર કરતી હતી, પરંતુ એનો ખર્ચ પરવડે એમ નહોતો. તેથી ફિયાટ કારમાં પોતે જ સુથારીકામ કરીને બેડ, સ્ટોરેજની થોડી જગ્યાનું સર્જન કરી નાખ્યું.

મહિલાએ ફિયાટને હરતાફરતા ઘરમાં ફેરવી

ઇંગ્લૅન્ડના સોલિહલ ક્ષેત્રની રહેવાસી અને પ્રવાસની શોખીન મહિલા હેન્ના હ્યુજિસે તેની ફિયાટ-૫૦૦ કારને વિશ્ર્વની સૌથી નાની કૅમ્પર વૅનના રૂપમાં ફેરવી નાખી છે. ફક્ત ૧૫૦ પાઉન્ડ (અંદાજે ૧૫,૫૮૩ રૂપિયા)ના ખર્ચે હેન્નાએ કારનું આ પરિવર્તન કર્યું છે. રીટેલ સ્ટોરની વર્કર હેન્ના વૅન ખરીદીને તેને કૅમ્પરમાં ફેરવી નાખવાનો વિચાર કરતી હતી, પરંતુ એનો ખર્ચ પરવડે એમ નહોતો. તેથી ફિયાટ કારમાં પોતે જ સુથારીકામ કરીને બેડ, સ્ટોરેજની થોડી જગ્યાનું સર્જન કરી નાખ્યું.
આ ફેરફારોમાં ચાર અઠવાડિયાં લાગ્યાં હતાં. જુલાઈ મહિનાના આરંભમાં એ કામ પૂરું કર્યા પછી હેન્ના વેલ્સના પ્રવાસે ગઈ હતી. નવી વૅન ખરીદવામાં ૩૦૦૦ પાઉન્ડ (અંદાજે ૩.૧૦ લાખ રૂપિયા)થી ૧૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૦.૩૩ લાખ રૂપિયા) વચ્ચેની રકમ  ખર્ચાય એવી શક્યતા હતી. પરંતુ હેન્ના અને તેનો બૉયફ્રેન્ડ ઘર ખરીદવા માટે બચત કરી રહ્યાં છે. તેથી મોંઘાં વાહનો ખરીદવા જેવા ખર્ચ તેઓ ટાળે છે.

offbeat news