આ મહિલાએ પોતાની દીકરીને ૨૬ વર્ષ સુધી ઘરમાં ગોંધી રાખી

28 June, 2020 08:28 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ મહિલાએ પોતાની દીકરીને ૨૬ વર્ષ સુધી ઘરમાં ગોંધી રાખી

આ મહિલાએ પોતાની દીકરીને ૨૬ વર્ષ સુધી ઘરમાં ગોંધી રાખી

લૉકડાઉન કેવું લાગે છે એ પ્રશ્ન કોઈને પૂછો તો જવાબ એક જ મળશે, ‘બસ, હવે બહુ થયું, બહાર નીકળીને રોજિંદી ઘરેડમાં ગોઠવાઈ જવું છે.’ રશિયન મીડિયામાં આવેલા એક સમાચાર મુજબ ૪૨ વર્ષની એક મહિલાએ છેલ્લાં ૨૬ વર્ષથી પોતાના ઘરની બહાર પગ નહોતો મૂક્યો. તેની માતા જો બીમાર ન પડી હોત તો તેનો લૉકડાઉનનો સમય હજી લાંબો થવાની સંભાવના હતી.
પશ્ચિમ રશિયાના અરેફિન્સ્કી ગામની આ મહિલા નાદેઝ્‍દા જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે તેની માતાએ તેને ઘરની બહાર નીકળવાની તેમ જ તેની ઉંમરનાં બાળકો સાથે ભળવાની મનાઈ કરી હતી. તેની માતાના મતે તે પોતાની દીકરીને બહારની દુનિયાનાં જોખમોથી બચાવવા માગતી હતી.
નાદેઝ્‍દાની માતાએ તેનું શાળામાં જવાનું પણ બંધ કરાવી દીધું હતું. શરૂઆતમાં ગામના લોકોએ તેની માતાને આમ ન કરવા માટે ઘણી સમજાવી હતી, પરંતુ તેણે કોઈની પણ વાત માનવાનો ઇનકાર કરી દીધો હતો. થોડા સમય બાદ ગામના લોકોએ તેને સમજાવવાનું છોડી દીધું.
જોકે જ્યારે નાદેઝ્‍દાની મમ્મી બીમાર પડી ત્યારે ૨૬ વર્ષ બાદ તેણે ઘરની બહાર પગ મૂક્યો અને ત્યારે તેના દિદાર પરથી ગામના લોકોએ કહ્યું કે તેણે કદાચ ૧૨ વર્ષથી પોતાના માથાના વાળ ધોયા નથી તેમ જ તેના કરતાં પણ વધુ સમયથી કદાચ તેણે પોતાનાં કપડાં પણ બદલ્યાં નહોતાં. વર્ષોથી બન્ને મા-દીકરી કૅટફૂડ પર જ જીવતાં હતાં અને તેમની બિલાડીઓની સાથે બેડ શૅર કરતાં હતાં, જેમાંની કેટલીક તો મરી પણ ગઈ હતી.

international news offbeat news