બાથરૂમમાં છુપાયેલી ઝેરી નાગણે ૩૫ બચ્ચાંને જન્મ આપ્યો

28 June, 2020 08:47 AM IST  |  Mumbai | Mumbai correspondent

બાથરૂમમાં છુપાયેલી ઝેરી નાગણે ૩૫ બચ્ચાંને જન્મ આપ્યો

બાથરૂમમાં છુપાયેલી ઝેરી નાગણે ૩૫ બચ્ચાંને જન્મ આપ્યો

તામિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના એક ગામમાં રહેતા મનોહરનના બાથરૂમમાં કેટલાક સમયથી સૌથી ઝેરી મનાતી રસેલ્સ વાઇપર નાગણ છુપાઈ હતી. બાથરૂમમાં સાપ છુપાયાની જાણ થયા બાદ સાપ પકડનારને બોલાવાયો જેણે ઘણી જહેમત પછી સાપને પકડ્યો હતો.
સર્પમિત્ર સાપને પકડીને ગૂણીમાં ભરીને જંગલમાં છોડવા જઈ રહ્યો હતો ત્યારે તેને એવો અનુભવ થયો જાણે આ માદા સાપ બચ્ચાંને જન્મ આપી રહી છે. તેણે તરત જ સાપ ભરેલી ગૂણીને એક ઝાડ નીચે મૂકી દીધી અને જોતજોતામાં એ નાગણે ૩૫ બચ્ચાંને જન્મ આપ્યો.
રસેલ્સ વાઇપરની વિશેષતા એ છે કે બીજા સાપ ઈંડાને શરીરમાંથી બહાર કાઢ્યા બાદ એને સેવે છે જ્યારે આ સાપ શરીરમાં જ ઈંડાને સેવીને બચ્ચાને જન્મ આપે છે. આ સાપનાં બચ્ચાં જન્મથી જ ઝેરી હોય છે. જરા કલ્પના કરો કે જો સાપે બાથરૂમમાં જ બચ્ચાંને જન્મ આપ્યો હોત તો એકસાથે આટલાબધા ઝેરી સાપને હૅન્ડલ કરવાનું કેટલું મુશ્કેલ થઈ જાત.

international news national news offbeat news