દાદીમાને મળવા દસ વર્ષનો કિશોર ૩ મહિનામાં ૨૮૦૦ કિલોમીટર ચાલ્યો

03 October, 2020 09:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

દાદીમાને મળવા દસ વર્ષનો કિશોર ૩ મહિનામાં ૨૮૦૦ કિલોમીટર ચાલ્યો

દાદીમાને મળવા દસ વર્ષનો કિશોર ૩ મહિનામાં ૨૮૦૦ કિલોમીટર ચાલ્યો

દુનિયાભરમાં લૉકડાઉન લાગુ પડતાં અનેક દેશોએ પોતાની સીમાઓ લૉક કરી નાખી હતી. એને કારણે લોકો એક જગ્યાએથી બીજે જવા માટે સાઇકલ અથવા તો ચાલીને જ સ્થળાંતર કરવા નીકળી પડ્યા હતા. આવું જ કંઈક યુરોપમાં પણ બન્યું. ઇટાલિયન રીજન સિસિલીથી બ્રિટનના લંડન સુધીની સફર કરવા માટે દસ વર્ષનો એક છોકરો ચાલતો નીકળી પડ્યો હતો. સિસિલીના પાલેર્મો શહેરથી રામિયો કૉક્સ નામનો છોકરો તેના પિતા ફિલની સાથે દાદીને મળવા લંડન જવા નીકળ્યો હતો. વીસમી જૂને શરૂ કરેલી આ સફર ઇટલી, સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાન્સ થઈને યુનાઇટેડ કિંગડમના લંડન શહેર સુધી પહોંચી હતી. ૨૧ સપ્ટેમ્બરે બન્ને લંડન પહોંચી ગયા હતા, પણ દાદીને મળતાં પહેલાં ૧૪ દિવસના ક્વૉરન્ટીન પિરિયડમાં અત્યારે તેઓ છે. લગભગ ત્રણ મહિનાની પગપાળા સફર કોઈ જીવનભરના અનુભવોથી ભરપૂર અને તીર્થયાત્રાથી કમ નહોતી. રોજ પગ જવાબ દઈ દે ત્યાં સુધી ચાલતા જવાનું અને પછી જ્યાં જગ્યા મળે ત્યાં રોડની કિનારીએ જ સૂઈ જવાનું કંઈ આસાન નહોતું. જોકે રોમિયોને એમાં બહુ મજા પડી. પિતા ફિલે દીકરાના આ સાહસને વિડિયો અને ફોટોગ્રાફ્સની યાદગીરીમાં સંઘરવાની અને સોશ્યલ મીડિયામાં શૅર કરવાની ચાલુ રાખી હતી જેને કારણે તેને લોકો તરફથી ખૂબ માનસિક સપોર્ટ પણ મળ્યો અને તેના આવા અનોખા સાહસ દરમ્યાન ચૅરિટી ભંડોળ એકત્ર કરવાનો મોકો પણ મળ્યો. રોમિયાએ આ ત્રણ મહિના દરમ્યાન રેફ્યુજી ફન્ડ માટે લગભગ સાડા અગિયાર લાખ રૂપિયા જેટલું અનુદાન પણ એકઠું કરી લીધું છે.

national news international news offbeat news