પાંખ સાથેની વિચિત્ર દેખાતી માનવાકૃતિ એરિઝોનાના આકાશમાં ભમતી જોવા મળી

29 March, 2020 11:13 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પાંખ સાથેની વિચિત્ર દેખાતી માનવાકૃતિ એરિઝોનાના આકાશમાં ભમતી જોવા મળી

તાજેતરમાં એરિઝોનાના આકાશમાં ડર લાગી જાય એવી મનુષ્ય જેવી આકૃતિ ફરતી જોવા મળી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયો છે. આ વિચિત્ર ચીજને પાંખો હોય એમ લાગતું હતું. વિડિયોની શરૂઆત આકાશમાં કાળા ગતિહીન પદાર્થથી થાય છે. કૅમેરા પાછળની વ્યક્તિએ લેન્સને ઝૂમ કરતાં જ આ ચીજ એના અચેતન ગુણો ગ્રહણ કરે છે અને બે પગ અને પાંખો ધરાવતું એક શરીર દેખાવા માંડે છે. યુટ્યુબ વપરાશકર્તા બલે બાવીસમી માર્ચે આ ફુટેજ લીધાં હતાં.

international news offbeat news arizona