લગાતાર ૨૯૭ કલાક સ્ટેશનરી બાઇક ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો આ સ્પૅનિશે

22 June, 2020 10:10 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

લગાતાર ૨૯૭ કલાક સ્ટેશનરી બાઇક ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો આ સ્પૅનિશે

સ્ટેટિક બાઇક પર લૉન્ગેસ્ટ મૅરથૉનનો વિક્રમ નોંધાવ્યો

સ્પેનના મલોર્કા ટાપુના સન અમર રેસ્ટોરાંના માલિકે વ્યાયામ માટેની સાઇકલ સતત ૨૯૭ કલાક (૧૨ દિવસ-નવ કલાક) ચલાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિક્રમ નોંધાવ્યો છે. પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિને વિક્રમ નોંધાવવાની કસરતની શરૂઆત રેસ્ટોરાંના માલિક બેન માઇલ્સે કરી હતી. સ્ટેટિક બાઇક પર લૉન્ગેસ્ટ મૅરથૉનનો વિક્રમ નોંધાવવા સાથે પર્યાવરણ વિશે લોકજાગૃતિના ઉદ્દેશથી બેન માઇલ્સે ઉક્ત સાહસ-અભિયાન હાથ ધર્યું હતું. બેન માઇલ્સને કપડાં બદલવા અને હળવું ઝોકું ખાઈ લેવા માટે દર પાંચ કલાકે ૨૦ મિનિટનો બ્રેક આપવામાં આવતો હતો.

international news spain offbeat news