ચહેરા પરનો નાનો મસો એટલો વધી ગયો કે એ પેટ સુધી લાંબો થયો

09 May, 2020 10:50 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

ચહેરા પરનો નાનો મસો એટલો વધી ગયો કે એ પેટ સુધી લાંબો થયો

પેટ સુધી લંબાયેલો મસો

ઇન્ડોનેશિયામાં રહેતો ૩૪ વર્ષનો ઍન્ડ્રિઆડી પુત્રા નામનો એક ભાઈ અત્યારે કાગડોળે સર્જરી કરીને તેના ચહેરા પર વધેલી ટ્યુમરથી છુટકારો મેળવવાની રાહ જોઈ રહ્યો છે. ચહેરા પર નાના મસારૂપે શરૂ થયેલી ટ્યુમર મોટી થઈ ગઈ અને એનો ગ્રોથ વધતો જ રહ્યો. વધેલી ચામડીનો આ ગ્રોથ એટલો વધ્યો કે હવે તેની છાતી અને છેક પેટ સુધી લટકેલો રહ્યો છે. અસહ્ય વેદનાનો સામનો કરી રહેલો ઇન્ડોશિયાનો આ વ્યક્તિ સર્જરીની રાહ જોઈ રહ્યો છે.આ ભાઈના ચહેરા પરની ટ્યુમરનું વજન લગભગ ૪૫ કિલો જેટલું છે. ભારેખમ વજનના આ ટ્યુમરને લીધે ખાવા અને બોલવામાં તેને તકલીફ થાય છે. 

અનેક સ્તરોએ ફેલાયેલું આ ટ્યુમર મોટા ટીશર્ટની નીચે મોટા ભાગનો હિસ્સો આવરી લે છે. આ બીમારી એક આનુવંશિક વિકાર છે, જે પેશીઓનો બેફામ વિકાસ કરે છે.
તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગાંઠના વજનને કારણે ચાલી પણ શકતો નથી. તે જન્મ્યો ત્યારે તેના ચહેરા પર નાનો ડાઘ અને મસો હતો. તેનાં માતા-પિતા તેને સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગયા હતા, પરંતુ તેમણે ચિંતા કરવાની કોઈ વાત ન હોવાનું જણાવ્યું હતું. પાસે પૈસા ન હોવાને કારણે તેને અદ્યતન તબીબી તપાસ માટે લઈ જઈ શક્યા નહીં.
જન્મ સમયના આ મસાને બર્થ-માર્ક માની લીધો હતો, પરંતુ સમય જતાં એ કદમાં વધવા માંડતાં તેમણે ચિંતા કરવાનું શરૂ કર્યું છે.

international news offbeat news