ચીનના આકાશમાં લાલ રંગ છવાયો

11 May, 2022 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનના ઝોઉશાન શહેરના લોકોને તાજેતરમાં એક સાંજે ડર અને કૌતુક બન્ને થયાં હતાં, કેમ કે આ શહેરનું આકાશ રહસ્યમય રીતે લાલ રંગે રંગાઈ ગયું હતું.

ચીનના આકાશમાં લાલ રંગ છવાયો

ચીનના ઝોઉશાન શહેરના લોકોને તાજેતરમાં એક સાંજે ડર અને કૌતુક બન્ને થયાં હતાં, કેમ કે આ શહેરનું આકાશ રહસ્યમય રીતે લાલ રંગે રંગાઈ ગયું હતું. લોકોએ તેમનાં ઘરોની બાલ્કની અને સ્ટ્રીટ્સમાંથી આ નજારો પોતાના મોબાઇલમાં કૅપ્ચર કર્યો હતો. ચાઇનીઝ સોશ્યલ મીડિયા વેબસાઇટ્સ વિબો અને સિના પર લાલ આકાશના ફોટોગ્રાફ્સ ટ્રેન્ડિંગ થવા માંડ્યા હતા. કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે આ વાસ્તવમાં કોરોનાને અંકુશમાં રાખવા માટે ચાઇનીઝ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાને લઈને અપશુકન છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થવા માંડ્યા બાદ ચીનમાં ટીવી અને ડિજિટલ મીડિયાએ લોકોને સમજાવવાની કોશિશ કરી હતી કે આકાશમાં જોવા મળતો આ નજારો માનવસર્જિત નથી. બલકે એ પ્રકાશનાં કિરણોનું જુદી-જુદી દિશામાં પ્રત્યાવર્તનનું પરિણામ છે.

offbeat news