છ ફુટનો આ ડૉગી હજી પોતાને ગલૂડિયું માનીને માલિકના ખોળામાં બેસવા મથે છે

08 May, 2020 08:24 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

છ ફુટનો આ ડૉગી હજી પોતાને ગલૂડિયું માનીને માલિકના ખોળામાં બેસવા મથે છે

આ ડૉગીને હજી પોતાના માલિકના ખોળામાં બેસવું છે...

છ ફુટ લાંબો અને સાત સ્ટોન (એક સ્ટોન એટલે લગભગ સાડાછ કિલો) કરતાં વધુ વજન ધરાવતો આ ડૉગી હજી પોતાને નાનું ગલૂડિયું જ સમજે છે અને માલિક ક્રૅગના ખોળામાં બેસવાની કોશિશ કરે છે.
બે વર્ષના રોલ્ફને તેના કદ વિશે ખ્યાલ ન હોવાથી એ તેના માલિકો સાથે ગલૂડિયા જેવી ચેષ્ટા કરતો રહે છે. ૨૦૧૮ના ઉનાળા પછીથી એ રોલ્ફ પનહર્સ્ટ પરિવાર સાથે છે અને એ એક સમયના નાના કુરકુરિયાથી વધીને એક વિશાળ ૬ ફુટ લાંબો કૂતરો બની ગયો છે જે સાત સ્ટોન કરતાં વધુ વજન ધરાવતો થઈ ગયો છે.
એનું કદ વધવા છતાં હજી પણ એ પપીની જેમ જ વર્તે છે અને આટલો કદાવર તથા વજનદાર હોવા છતાં ઘણી વાર તેના માલિક ક્રૅગના ખોળામાં બેસવાનો પ્રયત્ન કરતો રહે છે. નાનું ટેબલ હોય તો એના પર સંકોરાઈને બેસવાની કોશિશ કરે છે. જો ભીનો થઈ જાય તો અંદર આવીને પોતાને ઝંઝોડીને આખા ઘરમાં છાંટા ઉડાડે છે.
બે વર્ષ પહેલાં ક્રૅગને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને લગભગ ત્યારે જ રોલ્ફ તેના જીવનમાં આવ્યો હતો. ક્રૅગનું કહેવું છે કે રોલ્ફને કારણે તે ઝડપથી સાજો થઈ શક્યો હતો.

international news offbeat news