૪૫ કિલો વજનના બે અજગરો ઉપરથી પડતાં મકાનની છત તૂટી પડી

03 September, 2020 06:06 PM IST  |  Mumbai | Agencies

૪૫ કિલો વજનના બે અજગરો ઉપરથી પડતાં મકાનની છત તૂટી પડી

૪૫ કિલો વજનના બે અજગરો ઉપરથી પડતાં મકાનની છત તૂટી પડી

કેનબેરા (એ.પી) ઑસ્ટ્રેલિયાના ક્વીન્સ લૅન્ડ પ્રાંતના લેસીસ ક્રીક વિસ્તારમાં એક સ્થાનિક નાગરિક ઘરે પહોંચ્યો ત્યારે એના ઘરના રસોડાની છત તૂટી પડેલી જોઇએ આશ્ચર્ય પામ્યો હતો. એ રસોડાની છત બે અજગરોની લડાઈને કારણે તૂટી હતી. એક પ્રેમિકા માટે બે પ્રેમીઓની લડાઈ જેવા કિસ્સામાં એક માદા માટે બે નર અજગરો લડતા હતા. બન્ને અજગરો ઝેર વગરના સર્પો હતા. પરંતુ કદમાં જબ્બર હતા. એક અજગર 9 ફૂટ 2 ઇન્ચ લાંબો અને બીજો અજગર 8 ફૂટ 2 ઇન્ચ લાંબો હતો. બન્નેનું સહિયારું વજન 45 કિલો હતું.

international news offbeat news