હા​ઈ હીલ્સ પહેરીને ટાઇટ દોરડા પર ચાલવાનો રેકૉર્ડ

22 May, 2022 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાની વર્મોન્ટ રાજ્ય બેલોઝ ફોલ્સ યુનિયન હાઈ સ્કૂલની એરિયાની વન્ડરલ નામની ટીનેજરે સોમવારે ૪ ઇંચની હીલ્સ પહેરીને સ્કૂલના જિમમાં ૬ ફુટ ઊંચાઈએ આવેલા ટાઇટ દોરડા પર બાવન વખત મળીને કુલ ૬૪૦ ફુટ ચાલીને અનધિકૃત રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. 

હા​ઈ હીલ્સ પહેરીને ટાઇટ દોરડા પર ચાલવાનો રેકૉર્ડ

અમેરિકાની વર્મોન્ટ રાજ્ય બેલોઝ ફોલ્સ યુનિયન હાઈ સ્કૂલની એરિયાની વન્ડરલ નામની ટીનેજરે સોમવારે ૪ ઇંચની હીલ્સ પહેરીને સ્કૂલના જિમમાં ૬ ફુટ ઊંચાઈએ આવેલા ટાઇટ દોરડા પર બાવન વખત મળીને કુલ ૬૪૦ ફુટ ચાલીને અનધિકૃત રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. 
ટાઇટ દોરડા પર હાઈ હીલ્સ પહેરીને સૌથી વધુ સમય ચાલવાનો હાલનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ૪૯.૨ ફુટનો છે, જે ૨૦૧૪માં રશિયન પર્ફોર્મર ઓક્સાના સેરોસ્તાનના નામે છે. 
 બિનનફાકારક યુવા સંગઠન સર્કસ સ્મર્કસ માટે ભંડોળ એકઠું કરવાના સિનિયર પ્રોજેક્ટના ભાગરૂપે વન્ડરલ દ્વારા કરવામાં આવેલા આ રેકૉર્ડ પ્રયાસના પુરાવા સત્તાવાર માન્યતા મેળવવાના હેતુથી રેકોર્ડ-કીપિંગ સંસ્થાને સબમિટ કરવામાં આવી રહ્યા છે.

offbeat news