સૌથી મોટી રમકડાની બંદૂકનો વિક્રમ

24 November, 2021 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેસ સૉફ્ટવેર એન્જિનિયરિંગનો અનુભવ ધરાવતા હોવાથી તેમણે બંદૂકના ઘણા હિસ્સા થ્રીડી પ્રિન્ટરથી તૈયાર કર્યા હતા.

સૌથી મોટી રમકડાની બંદૂકનો વિક્રમ

અમેરિકાના અલબામામાં રહેતા માઇકલ પિક નામના ભાઈએ વિશ્વની સૌથી મોટી રમકડાની બંદૂક બનાવવાનો વિશ્વવિક્રમ કર્યો છે. સામાન્ય રમકડાની બંદૂક કરતાં આ બંદૂક ૩૦૦ ગણી મોટી છે. ૧ર ફુટ  ૬ ઇંચની આ બંદૂક ૯૦ કિલો વજન ધરાવે છે. 
આ બંદૂક ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બનાવટી ગોળી છોડી શકે છે. નાનકડા તીર જેવી ૬ ઇંચની આ ગોળીઓ પીવીસી પાઇપમાંથી બનાવવામાં આવી છે. આ પહેલાંનો વિક્રમ માર્ક રૉબર નામના ભાઈના નામે હતો, જેમણે ૬ ફુટની રમકડાની બંદૂક બનાવી હતી. માઇકલભાઈએ કહ્યું કે આ બંદૂકમાં હવાના દબાણની ગોઠવણ કરવી સૌથી મોટો પડકાર હતો. 
 તેમણે આ બંદૂક કેવી રીતે કામ કરે છે એનો નમૂનો પોતાની યુટ્યુબ ચૅનલ પર પણ મૂક્યો છે. સ્પેસ સૉફ્ટવેર એન્જિનિયરિંગનો અનુભવ ધરાવતા હોવાથી તેમણે બંદૂકના ઘણા હિસ્સા થ્રીડી પ્રિન્ટરથી તૈયાર કર્યા હતા.

offbeat news