રેકૉર્ડબ્રેકિંગ મોં-ફાડ છે આ બહેનની

31 July, 2021 01:24 PM IST  |  Mumbai | Agency

નેટિઝન્સ તેની મોંફાડ જોઈને આશ્ચર્ય પામ્યા છે. વાસ્તવમાં ટિકટૉક પર તેના ફૉલોઅર્સે તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા પ્રોત્સાહિત કરી હતી. 

રેકૉર્ડબ્રેકિંગ મોં-ફાડ છે આ બહેનની

ટિકટૉક પર અવનવા વિડિયો વા​​ઇરલ થતા હોય છે. સામન્થા રેમ્સડેલે પણ કંટાળાજનક પરિસ્થિતિમાંથી બહાર આવવા બની શકે એટલું મોટું મોઢું ખોલ્યું અને એના વિડિયો ટિકટૉક પર અપલોડ કર્યા. બાળપણમાં તેમનું આ મોટું મોં-ફાડ માટે ઘણી વાર મજાકનું પાત્ર બની છે, પણ હવે આ જ બાબતે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન અપાવ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકાર્ડ્સમાં સૌથી મોટું મોઢું ખોલવાનો વિક્રમ હવે આ બહેનના નામે બોલે છે. તેમણે ૬.૫૨ સેન્ટિમીટર કે ૨.૫૬ ઇંચ જેટલું મોટું મોઢું ખોલ્યું હતું. 
૩૧ વર્ષની અમેરિકાની રહેવાસી સામન્થા એકસાથે આખું સફરજન તેના મોંઢામાં નાખી શકે છે. નેટિઝન્સ તેની મોંફાડ જોઈને આશ્ચર્ય પામ્યા છે. વાસ્તવમાં ટિકટૉક પર તેના ફૉલોઅર્સે તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા પ્રોત્સાહિત કરી હતી. 

offbeat news