આ બળદના શિંગડાની રેકૉર્ડબ્રેક લંબાઈ છે ૮.૬ ફુટ

11 October, 2020 09:10 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ બળદના શિંગડાની રેકૉર્ડબ્રેક લંબાઈ છે ૮.૬ ફુટ

આ બળદના શિંગડાની રેકૉર્ડબ્રેક લંબાઈ છે ૮.૬ ફુટ

અમેરિકાના ટેક્સસ પ્રાંતના કાઉબૉય ટફ ચેક્સ નામના બળદને નામે ગિનેસ બુકમાં સૌથી લાંબા શિંગડાનો વિક્રમ નોંધાયો છે. લાંબાં શિંગડાં ધરાવતી પ્રજાતિના એક બળદના શિંગડાની એકંદર લંબાઈ ૮.૬ ફુટ નોંધાઈ છે. ટેક્સસ રાજ્યના ઓકલા પ્રાંતના ઓવર બ્રુક સ્થિત બૉબ લ્યુમિસે એ બળદને ઉછેર્યો છે. ૨૦૧૭માં ફેટલ વિલેના રિચર્ડ અને જીન ફિલિપે એ બળદને ખરીદ્યો હતો. ટેક્સસ લૉન્ગ હૉર્ન બ્રીડર્સ અસોસિએશનના વાર્ષિક હૉર્ન શોકેસ (શિંગડાં પ્રદર્શન)માં તેનાં શિંગડાં માપવામાં આવ્યાં હતાં અને એને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સનો રેકૉર્ડહોલ્ડર જાહેર કરવામાં આવ્યો હતો. 

international news offbeat news national news