જ્વાળામુખીની પર વીજળીના એકસામટા ૫૦ કડાકા થયા, એ તસવીર લેનારો હીરો બન્યો

17 July, 2020 10:05 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

જ્વાળામુખીની પર વીજળીના એકસામટા ૫૦ કડાકા થયા, એ તસવીર લેનારો હીરો બન્યો

જ્વાળામુખીની પર વીજળીના એકસામટા ૫૦ કડાકા થયા, એ તસવીર લેનારો હીરો બન્યો

મેક્સિકોના કોલિમા શહેરના અત્યંત સક્રિય જ્વાળામુખી વૉલ્કેનો કોલિમા પર મંગળવારે રાતે પાંચ મિનિટમાં ૫૦થી વધુ વીજળીના કડાકા થયા હતા. એ રાતને ‘નાઇટ ઑફ થાઉઝન્ડ ફોર્ક્સ’ તરીકે ઓળખવામાં આવે છે. ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પરના જ્વાળામુખી પર વીજળી ત્રાટકવાનાં દૃશ્યોને કૅમેરામાં કેદ કરનારો ફોટોગ્રાફર હેમાન્ડો રિવિયેરા સર્વાન્તિસ આંતરરાષ્ટ્રીય હીરો બની ગયો છે. પાંચ મિનિટમાં વીજળીના પચાસેક કડાકાના ૪૨ ફોટોગ્રાફ્સ એકસાથે મૂકીને સર્વાન્તિસે ફોટોગ્રાફનું અનોખું આકર્ષણ રજૂ કર્યું છે. ફોટોગ્રાફરનું કહેવું છે કે ‘બાળપણથી મને વીજળીના ચમકારાનું ઘણું આકર્ષણ છે. એમાં પ્રકાશ અને ઊર્જાના ભંડાર હોવાથી હું વીજળી પડવાની ઘટનાથી ઘણો પ્રભાવિત થાઉં છું.’

international news offbeat news