કેક પર આઇસિંગ જોઈને અવાક થઈ ગયો નાગપુરવાસી

23 May, 2022 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવનમાં ઘણી વાર વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જેના માટે કોઈ કારણ હોતું નથી તો ઘણી વાર કોઈક ઘટના એવી હોય છે કે તમે એના વિશે શું બોલવું એ જ નક્કી કરી શકતા નથી.

કેક પર આઇસિંગ જોઈને અવાક થઈ ગયો નાગપુરવાસી

જીવનમાં ઘણી વાર વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જેના માટે કોઈ કારણ હોતું નથી તો ઘણી વાર કોઈક ઘટના એવી હોય છે કે તમે એના વિશે શું બોલવું એ જ નક્કી કરી શકતા નથી. તાજેતરમાં નાગપુરના કપિલ વાસનિકે એક ફૂડ ઍપના માધ્યમથી નાગપુરની પ્રખ્યાત બેકરીમાંથી કેક ઑર્ડર કરી હતી. ઑર્ડર સાથે તેમણે જો કેકમાં ઈંડાં હોય તો એ જણાવવાની સૂચના પણ આપી હતી. જોકે જ્યારે કેકની ડિલિવરી કરવામાં આવી ત્યારે તેમની સૂચનાનું જે રીતે પાલન કરવામાં આવ્યું હતું એ જોઈને તે અવાચક જ રહી ગયા હતા. તેમને ડિલિવર કરવામાં આવેલી કેક પર આઇસિંગથી લખવામાં આવ્યું હતું ‘કન્ટેન્સ એગ’. કપિલ વાસનિકે આ ઘટના ટ‍્વિટર પર પોસ્ટ કરતાં એ વાઇરલ થઈ ગઈ હતી. લોકોએ એના પર અવનવી કમેન્ટ્સ કરી હતી તો વળી કેટલાકે પોતાના અનુભવો શૅર કર્યા હતા.

offbeat news nagpur