પોપટે કાંગારુને પાંજરામાંથી મુક્ત કર્યું

03 July, 2022 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોર નામનો એક પોપટ તાજેતરમાં જ કાંગારુના પાંજરાનું લૉક કેવી રીતે ખોલાય એ શીખી ગયો હતો. એણે જ કાંગારુને મુક્ત કર્યું હતું.

પોપટે કાંગારુને પાંજરામાંથી મુક્ત કર્યું

અમેરિકાના ઝેકરી ટાઉનમાં બુધવારે રસ્તા પર એક કાંગારુ ફરતું જોવા મળ્યું હતું. સ્થાનિક પોલીસને એની જાણ કરાઈ હતી અને બેક્સ્ટર નામના આ કાંગારુને પકડીને ગુરુવારે સવારે એના માલિકને આપવામાં આવ્યું હતું. બેક્સ્ટરના માલિકો બર્ડ રિકવરી ઇન્ટરનૅશનલ નામની નૉન-પ્રોફિટ સંસ્થા ચલાવે છે જે ખાસ કરીને દુર્લભ જંગલી પક્ષીઓને એમની કુદરતી વસાહતોમાં મોકલવાની કામગીરીમાં નિપુણ છે. આ સંસ્થાના લોકોએ જણાવ્યું હતું કે બેક્સ્ટર એના પાંજરામાં ડઝનેક પોપટની સાથે રહે છે. એમાંથી થોર નામનો એક પોપટ તાજેતરમાં જ કાંગારુના પાંજરાનું લૉક કેવી રીતે ખોલાય એ શીખી ગયો હતો. એણે જ કાંગારુને મુક્ત કર્યું હતું.

offbeat news