પાળેલો કૂતરો પોતાની નકલ કરે છે કે નહીં તે જોવા માલિકે કર્યો આટલો ખર્ચ

21 January, 2021 08:55 AM IST  |  Mumbai | Mumbai correspondent

પાળેલો કૂતરો પોતાની નકલ કરે છે કે નહીં તે જોવા માલિકે કર્યો આટલો ખર્ચ

પાળેલો કૂતરો પોતાની નકલ કરે છે કે નહીં તે જોવા માલિકે કર્યો આટલો ખર્ચ

શંકાશીલ દિમાગ ધરાવતા માણસો ઘણાં અનિચ્છનીય તથા અનપેક્ષિત કામ કરતાં હોય છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર ચર્ચાનો વિષય બનેલા એક ૧૨ સેકન્ડના વિડિયોમાં પાળેલા કૂતરાને લંગડાતાં ચાલતો બતાવવામાં આવ્યો છે. એવા બીજા વિડિયોમાં કૂતરો માલિકની ચાલવાની રીત નિહાળતો હતો. એ વિડિયો વાઇરલ થયો છે. હકીકતમાં રસેલ જૉન્સ નામના એક બ્રિટિશ ભાઈ પગમાં પ્રૉબ્લેમ હોવાને કારણે પ્લાસ્ટર બાંધીને કાંખઘોડી લઈને ચાલે છે. તેમનો પાળેલો કૂતરો પણ લંગડાતો ચાલતો હોવાથી તેમને શંકા પડી કે એ પોતાની નકલ તો કરતો નથીને! તેમણે વાસ્તવિકતા જાણવા વેટરનરી ડૉક્ટરને કન્સલ્ટ કર્યા બાદ એક્સ-રે સહિતની ટેસ્ટ કરાવી. એ કાર્યવાહીમાં ૩૦૦ પાઉન્ડ (અંદાજે ૩૦,૦૦૦ રૂપિયા) જેટલો ખર્ચ કર્યો. જોકે ટેસ્ટમાં ખર્ચ કર્યા પછી તેમને એવું જાણવા મળ્યું હતું કે પાળેલો ડૉગી નકલ કરતો નથી અને મશ્કરી પણ કરતો નથી. એ માલિક પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ વ્યક્ત કરે છે.

international news offbeat news