ભવ્ય રશિયન યુદ્ધજહાજ આજે દરિયાકિનારે કાટ ખાઈ રહ્યું છે

18 October, 2020 08:29 AM IST  |  Mumbai | Mumbai correspondent

ભવ્ય રશિયન યુદ્ધજહાજ આજે દરિયાકિનારે કાટ ખાઈ રહ્યું છે

ભવ્ય રશિયન યુદ્ધજહાજ આજે દરિયાકિનારે કાટ ખાઈ રહ્યું છે

૧૯૮૦ના દાયકામાં સોવિયેટ સંઘમાં તૈયાર થયા બાદ ૨૦થી ૨૫ વર્ષ સક્રિય રહેલું ઍક્રાનોપ્લાન નામનું યુદ્ધજહાજ આજે રશિયન નૌકાદળના મથક પર નિરુપયોગી અવસ્થામાં પડી રહ્યું છે. છેલ્લાં પચીસેક વર્ષથી એ જહાજની આ સ્થિતિ છે. ૧૯૭૫માં રોસ્તીસ્લાવ યેવજેનિયેવિચ ઍલેક્સેયેવ નામના શિપ-ડિઝાઇનરે એ જહાજની ડિઝાઇન બનાવી હતી. એ વિરાટકાય જહાજ મૉન્સ્ટર ઑફ કાસ્પિયન સી નામે જાણીતું હતું. ડિઝાઇનરે એ જહાજ જળસપાટીથી ૧૩ ફૂટ ઊંચું રહીને ગતિ કરી શકે એ રીતે હવાના દબાણની જોગવાઈ કરી હતી. એ હવા માટે પાંખો પર પંખા બનાવ્યા હતા. ઉપગ્રહ દ્વારા આ જંગી જહાજની તસવીરો પ્રાપ્ત થયા પછી અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએના અધિકારીઓએ એ જહાજને કાસ્પિયન મૉન્સ્ટરનું હુલામણું નામ આપ્યું હતું, કારણ કે જહાજની ઉપરના એક મોટા વિમાનની પાંખો પર ‘KM’ વંચાતું હતું. ‘KM નો અર્થ જહાજના પ્રોટોટાઇપ ‘કોરાબી મૅકેટ’ થાય છે, એવો તેમને ખ્યાલ નહોતો. એ જહાજને ગઈ ૩૧ જુલાઈએ દરિયાકિનારે જે ઠેકાણે પડ્યું હતું ત્યાંથી અન્યત્ર લઈ જવામાં આવ્યું છે. ટૂરિસ્ટ અટ્રૅક્શન બનાવવાના ઇરાદાથી ફેરફાર કરવાની સરકારની યોજના છે.

international news offbeat news russia