✕

સીટબેલ્ટ ન બાંધવા બદલ બાઇકરોને અને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ કારચાલકોને દંડ કર્યો

02 October, 2026 01:28 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં ટ્રાફિક-પોલીસનું અનોખું કારનામુંઃ સીટબેલ્ટ ન બાંધવા બદલ બાઇકરોને અને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ કારચાલકોને દંડ કર્યો

પ્રતીકાત્મક તસવીર

કમ્પ્લ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG)એ ઓડિશાની વિધાનસભામાં રજૂ કરેલો એક રિપોર્ટ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઑટોમેટેડ સિસ્ટમને કારણે કેટલી ગરબડો થાય છે એ ઉજાગર કરી રહ્યો છે. ઓડિશામાં ટ્રાફિક-પોલીસે ઈ-ચલાન જાહેર કરવામાં જબરી ગરબડ કરી હોવાનું નોંધાયું છે. 

CAGના રિપોર્ટ મુજબ ઓડિશામાં સીટબેલ્ટ ન લગાવવા માટે ૪૮૮૬ ટૂ-વ્હીલરવાળાઓને અને હેલમેટ ન પહેરવાના ગુનાસર ૨૯૮૮ કાર તેમ જ થ્રી-વ્હીલર વાહનો ચલાવનારાઓને ઈ-ચલાન અપાયાં છે. આ આંકડા ૨૦૨૦થી ૨૦૨૪ દરમ્યાનના છે. CAGનું કહેવું છે કે ઈ-ચલાન કાપવામાં સિસ્ટમની ગરબડને કારણે આમ થયું છે અને ખોટા ઈ-ચલાનનું વેરિફિકેશન કરીને એને રદ કરવાનું કામ જવાબદાર અધિકારીઓ માટે માથાનો દુખાવો બની ગયું છે. 

offbeat news india national news odisha