લકવાગ્રસ્ત પેશન્ટને કસરત માટે ઉત્સાહિત કરવા નર્સ કરે છે ડાન્સ

28 January, 2022 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેશન્ટ સાજો થઈ જાય છે ત્યારે તમામ ડૉક્ટરોનો આભાર માને છે, પરંતુ પ્રેમપૂર્વક તેની સારવાર કરનાર નર્સો તેમ જ મેડિકલ સ્ટાફ માટે આભાર બહુ નાનો શબ્દ હોય છે. 

લકવાગ્રસ્ત પેશન્ટને કસરત માટે ઉત્સાહિત કરવા નર્સ કરે છે ડાન્સ

લકવાગ્રસ્ત દરદીને ફિઝિયોથેરપીની કસરત કરવા માટે તેને ઉત્સાહિત કરવા એક નર્સે ડાન્સ કર્યો એ વિડિયો વાઇરલ થયો છે. નર્સની આ ચતુરાઈને કારણે દરદી ઉત્સાહ અને ઉમંગથી પોતાની ફિઝિયોથેરપીની કસરત કરે છે. નર્સના ડાન્સ મુજબ દરદી પણ તેના હાથને ઊંચો કરે છે. એક વખત દરદી રંગમાં આવી જાય ત્યારે નર્સે તેનો લકવાગ્રસ્ત હાથ પકડીને ઊંચો કરે છે અને ત્યાર બાદ દરદી બન્ને હાથ હલાવે છે. દરદીની આ હિંમતને નર્સ તાળી પાડીને બિરદાવે છે અને કસરત પૂરી થઈ ગયા બાદ નર્સ પેશન્ટને હાઇ-ફાઇ પણ આપે છે. 
એક મિનિટ અને ૨૯ સેકન્ડનો આ વિડિયો આઇપીએસ ઑફિસર દીપાંશુ કાબ્રાએ પોસ્ટ કર્યો છે. 
પેશન્ટ સાજો થઈ જાય છે ત્યારે તમામ ડૉક્ટરોનો આભાર માને છે, પરંતુ પ્રેમપૂર્વક તેની સારવાર કરનાર નર્સો તેમ જ મેડિકલ સ્ટાફ માટે આભાર બહુ નાનો શબ્દ હોય છે. 

offbeat news