રાયપુરમાં જન્મેલાં જોડિયાં બાળકોનું નામ પડ્યું ‘કોરોના’ અને ‘કોવિડ’!

04 April, 2020 09:45 AM IST  |  Raipur

રાયપુરમાં જન્મેલાં જોડિયાં બાળકોનું નામ પડ્યું ‘કોરોના’ અને ‘કોવિડ’!

હાલમાં કોરોના વાઇરસની મહામારી સામે દેશ અને દુનિયાના લોકો ઘૂંટણિયે પડી ગયા છે. ખતરનાક વાઇરસથી ભલભલા લોકો ડરી રહ્યા છે ત્યારે છત્તીસગઢમાં એક દંપતીએ તેમને ત્યાં જન્મેલાં જોડિયાં બાળકોનાં નામ આ વાઇરસ પરથી ‘કોરોના’ અને ‘કોવિડ’ રાખ્યાં છે. 

આ બન્ને શબ્દો હાલમાં એટલાં પ્રચલિત થઈ ગયાં છે કે લોકો એનું નામ પડતાં જ ફફડી ઊઠે છે. રાયપુરસ્થિત દંપતીને ત્યાં આ મહામારીમાં બે બાળકો અવતર્યાં છે. જોકે તેમણે આ મહામારીની યાદમાં બન્ને બાળકો (એક પુત્ર અને એક પુત્રી)નાં નામ વાઇરસને લગતાં નામ પરથી પાડ્યાં છે. બાળકોની ૨૭ વર્ષની મમ્મી પ્રીતિ વર્માને ૨૬ માર્ચે પરોઢિયે પ્રસૂતિની પીડા ઊપડતાં હૉસ્પિટલમાં દાખલ થઈ હતી. રાયપુરસ્થિત સરકારી હૉસ્પિટલમાં તેણે એક દીકરો (કોવિડ) અને દીકરી (કોરના)ને જન્મ આપ્યો હતો.

national news raipur coronavirus covid19 offbeat news