આ શહેરનું નામ છે ઍસ્બેસ્ટોસ, પણ કૅન્સરના ખૌફને કારણે નામ બદલી નાખશે

04 December, 2019 09:58 AM IST  |  asbestos

આ શહેરનું નામ છે ઍસ્બેસ્ટોસ, પણ કૅન્સરના ખૌફને કારણે નામ બદલી નાખશે

આ ગામનું બદલાશે નામ

કૅનેડાના ફ્રેન્ચભાષી ક્વેબેક પ્રાંતના એક શહેરનું નામ ઍસ્બેસ્ટોસ હતું. જોકે ઍસ્બેસ્ટોસ એ એક ખનીજ છે અને કૅન્સર જેવી ગંભીર બીમારી પેદા કરનારું હોવાનું છેલ્લાં કેટલાંક વર્ષોથી જાણવા મળ્યું છે. એવામાં કૅન્સર સાથે જોડાયેલું નામ હોવાથી શહેરનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું નામ આવતા વર્ષે જાહેર કરવામાં આવશે. કૅનેડાના મૉન્ટ્રિયલની પૂર્વ તરફ ૧૫૨ કિલોમીટર દૂરના ૬૮૦૦ લોકોની વસ્તી ધરાવતા ઍસ્બેસ્ટોસ શબ્દ કમનસીબ મનાય છે. મુખ્યત્વે કેટલાંક વર્ષોથી ફક્ત નામને કારણે આ શહેરમાં કોઈ ઇન્વેસ્ટર્સ આવતા નથી. ઍસ્બેસ્ટોસના સરકારી અમલદારો અમેરિકાના ઓહાયો સ્ટેટની બિઝનેસ-ટ્રિપ પર ગયા ત્યારે ત્યાંના ઇન્વેસ્ટર્સે બિઝનેસ-કાર્ડ પણ સ્વીકાર્યું નહોતું.
૬૦ દેશોમાં પ્રતિબંધિત ઍસ્બેસ્ટોસની એક ખાણ આ શહેરમાં પણ હતી. એ ખાણ ૨૦૧૨માં બંધ કરવામાં આવી હતી. એ ખાણને કારણે એ સ્થળે એક માઇલ જેટલી લાંબી વ્યાપક કોતર બની છે. એક વખતમાં ઍસ્બેસ્ટોસની ખાણોને કારણે આ શહેર ઊંચા પગારની નોકરીઓ માટે જાણીતું હતું. ઍસ્બેસ્ટોસ ફેફસાંની વિવિધ બીમારીઓના કારણરૂપ બનતાં આ શહેર પર પણ બદનામી અને કમનસીબીનો ઓછાયો પડ્યો હતો.

canada hatke news offbeat news