લો બોલો જર્મનીમાં 1800 વર્ષ પહેલા કોરોના નામે સંત થઈ ગયાં...

14 July, 2020 04:42 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

લો બોલો જર્મનીમાં 1800 વર્ષ પહેલા કોરોના નામે સંત થઈ ગયાં...

કોરોના

કોરોના(Corona) વિશ્વ માટે એક નવું નામ હોઇ શકે છે પણ જર્મની(Germany)ના લોકોઆ નામ સદીઓ અને દાયકાઓ જૂનું છું. જર્મની(Germany)માં 1800 વર્ષ પહેલા એક ઇસાઇ સંત હતાં જેમનું નામ કોરોના હતું. હવે જ્યારે બધાંને ખબર પડી કે આ કોરોના જર્મનીમાં એક સંત હતાં તો લોકો તેના વિશે જાણવા ઉત્સુક હશે. કોણ હતાં કોરોના સંત, તેમનું નામ કોરોના કેવી રીતે પડ્યું? તેમનો ઇતિહાસ શું છે? ડીડબ્લ્યૂએ વેબસાઇટ પર પણ ઇસાઇ સંત કોરાના વિશેના સમાચાર આપવામાં આવ્યા છે.

જર્મનીનાં હતાં સંત કોરોના
કોરોનાવાયરસથી ફેલાતી આ મહામારી દરમિયાન જર્મનીનાં આ સંત કોરોના ચર્ચામાં આવી ગયા છે. તે જર્મનીના આખેન કૈથીડ્રલનાં હતાં. ત્યાં 9મી સદીમાં જ તેમનાં અસ્થિ અવશેષ રાખ્યા છે. માનવામાં આવે છે કે આજથી લગભગ 1800 વર્ષ પહેલા રોમન શાસકોએ સંત કોરોનાને એટલું ઉત્પીડન કર્યું કે તેમનું નિધન થઈ ગયું. કોરોનાનો અર્થ લેટિન ભાષામાં 'મુકુટ' થાય છે. આજના કોરોના વાયરસને પણ આ રીતે જ પરિભાષિત કરવામાં આવે છે. જર્મનીના આખેન શહેરમાં સ્થિત પ્રાચીન કેથીડ્રલે અમુક દિવસ પહેલા પોતાના કિંમતી સંગ્રહોમાંથી તાજેતરમાં જ એક ભવ્ય કૃતિ પ્રદર્શિત કરી છે જેમાં સંત કોરોનાના અસ્થિ અવશેષ રાખવામાં આવેલા છે.

સંત કોરોના વિશે નથી અધિક માહિતી
9મી સદીના આ કેથીડ્રલ પહેલા પવિત્ર રોમન સમ્રાટ શાર્લેમાગ્નેના સમાધિ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે, જેમનું દેહાંત સન 814માં થયું હતું. ત્યાર બાદના સમયમાં કેટલાય જર્મન રાજાઓ અને રાણીઓના રાજ્યાભિષેક થવાની પરંપરા રહી, આજે પણ એક મુખ્ય પ્રાચીન તીર્થસ્થળ તરીકે આ કેથીડ્રલની માન્યતા છે. સન 997માં રાજા ઑટો તૃતીય સંત કોરોનાના અવશેષોને આખેન લઈને આવ્યા હતા.

offbeat news international news germany