સૌથી આઇકૉનિક ઑનસ્ક્રીન વેહિકલ્સ

11 May, 2022 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મો કે ટીવી-શોમાં શાનદાર વેહિકલ્સને જોઈને ઑડિયન્સ આશ્ચર્યચકિત થઈ જાય છે.

સુપરહીરો બૅટમૅન દ્વારા ચલાવવામાં આવતી ફિક્શનલ કાર બૅટમોબાઇલનું ઓરિજિનલ વર્ઝન.

ફિલ્મો કે ટીવી-શોમાં શાનદાર વેહિકલ્સને જોઈને ઑડિયન્સ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારમૂલા નામની એક કંપની દ્વારા ફિલ્મો અને ટીવી-શોમાં જોવા મળેલાં વાહનોમાંથી સૌથી આઇકૉનિક વેહિકલ્સ માટે એક સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વે અનુસાર બ્રિટિશ શો ‘ઓન્લી ફૂલ્સ ઍન્ડ હૉર્સિસ’નાં કૅરૅક્ટર્સ ડેલ બૉય અને રોડનીની આઇકૉનિક યલો થ્રી-વેહિકલ રૉબિને ગ્રેટેસ્ટ ઑનસ્ક્રીન વેહિકલ્સના લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
‘ગોલ્ડફિંગર’ ફિલ્મમાં જેમ્સ બૉન્ડની સિલ્વર એસ્ટન ડીબી5 આ સર્વેમાં ચોથા સ્થાને છે. સુપરહીરો બૅટમૅન દ્વારા ચલાવવામાં આવતી ફિક્શનલ કાર બૅટમોબાઇલ આ સર્વેમાં આઠમા સ્થાને છે. અનેક ટીવી-શો અને ફિલ્મોમાં બૅટમૅનનાં ક્લાસિક વેહિકલ્સ જોવા મળ્યાં છે.  

offbeat news