બિલાડીને પાણી પાતા આ ભાઈએ તો દિલ જીતી લીધું

30 May, 2020 09:12 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

બિલાડીને પાણી પાતા આ ભાઈએ તો દિલ જીતી લીધું

બિલાડીને પાણી પાતાં જીત્યું મન

કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે માણસો જ નહીં, પ્રાણીઓમાં પણ એની અસર જોવા મળે છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસને ઑફિસર સુશાંત નંદાએ જસ્ટ પંદર સેકન્ડનો એક વિડિયો ટ્વિટર પર અપલોડ કર્યો છે. એમાં એક માણસ નળમાંથી પાણીનો ખોબો ભરીને બિલાડીને પિવડાવી રહ્યો છે. સ્વાભાવિક છે કે નળમાંથી વહેતું પાણી પીતાં બિલાડીને ફાવે નહીં એટલે આ ભાઈએ પાણીનો ખોબો ભર્યો છે અને બિલ્લીબહેન ખોબામાંથી મોજથી પાણી પી રહ્યા છે. સુશાંતે લખ્યું છે કે, ‘ખરો આનંદ નાની-નાની ચીજોમાંથી મળે છે. પબ્લિક ફુવારામાંથી એક રખડતી બિલાડીને પાણી પાવામાં આ માણસને અનેરો આનંદ આવતો હશે.’‍
આ વિડિયો જોઈને લોકોએ પાણી પિવડાવનારા પર તો વખાણનો ધોધ વરસાવવો શરૂ કરી દીધો છે.

international news offbeat news