આ છે દુનિયાની સૌથી મોટી ગાડી, તેના પર થઈ શકે હેલિકોપ્ટર લેન્ડ

17 July, 2019 08:15 PM IST  | 

આ છે દુનિયાની સૌથી મોટી ગાડી, તેના પર થઈ શકે હેલિકોપ્ટર લેન્ડ

આ છે દુનિયાની સૌથી મોટી ગાડી

દુનિયામાં એકથી વધીને એક શાનદાર ગાડીઓ હોય છે જેને જોઈને લોકોને લાગે છે કે આવી ગાડીમાં એકવાર તો શૅર કરવા મળી જાય.આજે જે અનોખી ગાડી વિશે વાત કરીશું જેને જોઈને અને જેના વિશે જાણીને તમે કહેશો કે વાહ. શું ગાડી છે. જી હાં દુનિયામાં સૌથી લાંબી ગાડી લિમોઝિન હોય છે અને આ લિમોઝિનની કોઈ પણ સાધારણ લિમોઝિન કરતા વધારે લાંબી છે. કેલિફોર્નિયાના એક કસ્ટમ કાર ગુરૂ Jay Ohrberg દ્વારા ડિઝાઈન કરેલી ગાડી આ લિમોઝિન ગાડીની લંબાઈ 100 ફૂટ કરતા પણ વધારે છે.

1980ના દાયકામાં તૈયાર કરાયેલી આ ગાડીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાની સૌથી લાંબી ગાડી તરીકે સર્ટીફાઈડ પણ કરવામાં આવી છે. આ ગાડીમા 26 ટાયર, 1 જકૂઝી.ડાઈવિંગ બોર્ડ, કિંગ સાઈઝ વોટર બેડ અને એક હેલિકોપ્ટર લેન્ડિંગ પેડ પર આપવામાં આવ્યું છે. આ ગાડીને અમેરિકન ડ્રીમ નામ આપવામાં આવ્યું છે. ગાડીમાં 5 હોટલ કરતા પણ વધારે સારૂ ઈન્ટીરિયર આપવામાં આવ્યું છે. આ ગાડીમાં બધી જ સુવિધાઓ આપવામાં આવી છે. આ ગાડીને સીધે-સીધી ચલાવવી સરળ છે પરંતુ વળાંક લેવો એટલો જ મુશ્કેલ છે.

આ ગાડી આશરે 39 વર્ષ જૂની થઈ ગઈ છે. આ પહેલા પણ અમેરિકન ડ્રીમ માટે સફર સરળ રહી નથી. અમેરિકન ડ્રીમ પ્રમોશનલ વ્હિકલ તરીકે ઉપયોગ કરવા માટે એક કંપનીને લીઝ પર આપવામાં આવી હતી જો કે 2012માં લીઝ પૂરી થતા તેને ન્યૂ જર્સીના વેરહાઉસમાં મુકવામાં આવી હતી. ગાડી જૂની થવાની સાથે તેમા ઘણા સમસ્યાઓ ઉભી થઈ છે. 2014માં આ કારને ન્યૂયોર્કની ઓટો ઓટોમોટિવ ટીચિંગ મ્યૂઝિયમને ફરીથી તૈયાર કરવાનો પ્લાન કર્યો છે.

hatke news offbeat news gujarati mid-day