લંડનની લાડી ને લંકાનો વરઃ ડૉક્ટર અને નર્સે લૉકડાઉનમાં કર્યાં લગ્ન

30 May, 2020 08:14 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

લંડનની લાડી ને લંકાનો વરઃ ડૉક્ટર અને નર્સે લૉકડાઉનમાં કર્યાં લગ્ન

લંડનની લાડી ને લંકાનો વર

લંડનમાં ૩૦ વર્ષના ડૉક્ટર અન્નાલમ નવરત્નમ અને ૩૪ વર્ષની નર્સ જેન ટિપિંગે ઘણા વિચાર કર્યા પછી કોરોના રોગચાળાના લૉકડાઉન વચ્ચે લગ્ન કરી લીધાં હતાં. તેમણે ઑગસ્ટ મહિનામાં લગ્નનો વિચાર કર્યો હતો, પરંતુ એ વખતે શ્રીલંકાથી નવરત્નમનાં સગાં અને નૉર્ધર્ન આયરલૅન્ડથી જેન ટિપિંગના સગાં લંડન સુધી પ્રવાસ કરી શકશે કે નહીં એ બાબતે અનિશ્ચિતતા જણાતાં બન્નેએ ગયા એપ્રિલ મહિનામાં લંડનની સેન્ટ થોમસ હૉસ્પિટલ સાથેના ચૅપલ (ચર્ચ)માં લગ્ન કરી લીધાં હતાં. બધાં સગાં-સંબંધીઓએ ઇન્ટરનેટ, ટૅબ્લૅટ, લૅપટૉપ અને મોબાઇલ ફોનની મદદથી લગ્નમાં ‘વર્ચ્યુઅલ’ હાજરી આપી હતી. 

lockdown international news offbeat news